વિશ્વ કવિતા દિવસની શુભકામનાઓ..એક કવિની કલમે.. – સુચિતા ભટ્ટ “કલ્પનાના સુર. “

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

મનનો અંજપો જ્યારે શબ્દોમાં થલવાય ત્યારે કવિતાની રચના થાય,

કોઈક રાહમાં અધવચ્ચે એકલું મૂકીને જાય ત્યારે

કવિતાની રચના થાય,

સચ્ચાઈની ચીસો જ્યારે કોઈના સાંભળી શકતું હોય

ત્યારે કવિતાની રચના થાય,

વાસ્તવિકતા ઢંકાય અને સત્યને દબાવવામાં આવે ત્યારે

કવિતાની રચના થાય,

કોઈકના આસું પડતા પડતા સુકાઈ જાય કોઈ લુછવા વાળું ના હોય ત્યારે કવિતાની રચના થાય,

પ્રેમની સામે પ્રેમની પરિભાષા કોઈ સમજવાવાળું ના હોય ત્યારે કવિતાની રચના થાય,

ક્યારેક વધુ પડતી કાળજી અને સારાઈ મૂર્ખતામાં ઠલવાઇ જાય ત્યારે કવિતાની રચના થાય,

અતિશય આદર, પ્રેમ, આવકારને લોકો કદરહીન સમજવા લાગે ત્યારે કવિતાની રચના થાય,.

ક્યારેક મારી અંદર બેઠેલો ઈશ્વર પણ મારું ના સાંભળી શકે ત્યારે કવિતાની રચના થાય..

ઘણી લાંબી વાર્તા છે ભાઈ.. કાગળમાં ક્યાં સમાવું..

સુચિતા ભટ્ટ “કલ્પનાના સુર “

TejGujarati