સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માઘ્યમિક શાળા દુનાવાડા ખાતે ધોરણ ૧૦ અને ૧૨ નો વિદાય અને શુભેચ્છા સમારંભ યોજાયો 

સમાચાર

 

 

કદમ અસ્થિર હોય તેને કદી રસ્તો જડતો નથી

અsગ મનના મુસાફિરને હિમાલય પણ નડતો નથી

 

 

આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી સુરેશભાઈ એ જણાવ્યું હતું કે વિદ્યાર્થી જીવનમાં આ બોર્ડની પરીક્ષાનો જે  ભય છે એ  કાડવાની  જરૂર છે એના ડર થી  ધાર્યું પરિણામ લાવી શકતા નથી જેથી દરેક વિદ્યાર્થીએ  પોતાનો આત્મવિશ્વાસ કેળવવાની જરૂર છે.વિદાય હંમેશા વશ્મીજ હોય છે પછી ભલે એ દીકરી ની હોય કે પરદેશ જતા પુત્ર ની હોય કે વિદ્યાર્થીઓની હોય પણ કુદરતનો નીયમ છે કે જીવનમાં આગળ વધવા માટે પ્રગતિ ના પંથે ચડવા માટે આપણે જ્યાં છીએ ત્યાંથી અડગ મને વિશ્વાસ થી આગળ વધીશું તો ચોક્કસ સફળતા પ્રાપ્ત કરીશું.

 

ધોરણ ૧૦ અને ૧૨ નો વિદાય અને શુભેચ્છા સમારંભ પ્રસંગે શાળામાંથી વિદાય લઈ રહેલ વિદ્યાર્થીઓએ પોતાના શાળા પ્રત્યેયના અનુભવો અને યાદો ને સંસ્મરણ કરી શાળામાંથી શીખેલ ભણતર ઉપરાંત ઘણા એવા અનુભવો શીખવા મળેલ છે જે અમને જીવન માં ડગલે ને પગલે કામ આવશે તેવું કહેતા તેઓની આંખ ભરાઈ આવી હતી.જીવન માં ડગલે ને પગલે પરિક્ષાઓ તો આવતી રહેવાની છે એમ થી ગભરાવવાની જરૂર નથી પણ આત્મવિશવાસથી આગળ વધવા ની જરૂર છે.

 

આ પ્રશંગે શાળાના સ્ટાફ મિત્રો ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થી ગણ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ ધોરણ ૧૦ અને ૧૨  ના વિધાર્થીઓને કંકુ તિલક તેમજ બોલપેન આપી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળા ના સ્ટાફ મિત્રો  ના સહકારથી શાળાના શિક્ષક શ્રી આનલભાઈ સાહેબે કર્યું હતુ.

 

 

TejGujarati