#KashmirFiles જોઇને મને લાગ્યુ કે આ મુદ્દો અહીં સાચી રીતે વ્યક્ત થઇ શકશે.- દેવાંગી ભટ્ટ.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

એક લાંબા સમયથી એક મુદ્દા વિષે લખવાનુ હું ટાળતી રહી છુ. ‘વાસાંસિ’ લખી એ પહેલાથી મારા મનમાં એક વાત અટકીને પડી છે… #KashmirFiles જોઇને મને લાગ્યુ કે આ મુદ્દો અહીં સાચી રીતે વ્યક્ત થઇ શકશે.

But before I discuss that, I want to ask something. હિરોશીમા-નાગાસાકી પર બોમ્બ ફેંકવાનો ઓર્ડર કરનાર યુ.એસ. પ્રેસીડન્ટનું નામ તમને યાદ છે? માનવ ઇતિહાસના સૌથી મોટા ન્યુક્લીયર હુમલામા બે દિવસમાં લગભગ ચાર લાખ વિભીષિકા જોયેલી જાપાને.

Gavrilo Princip નામ તમે કદી સાંભળ્યુ છે?

અને હિટલર? એનુ નામ સાંભળ્યુ છે? પહેલા બે પ્રશ્ન માટે કદાચ ગુગલ જોવુ પડે, પણ ત્રીજા પ્રશ્નનો જવાબ સહુને ચોક્કસ ખબર છે.

History is not what actually happened; it is what people reported to have happened. વિશ્વના તમામ ઇતિહાસો એ મુળભુત રીતે નોંધનારનુ પરિપ્રેક્ષ્ય છે. કોઇ પ્રજા પોતાને જે રીતે અભિવ્યક્ત કરે છે એ મુજબ એને આવનારુ વિશ્વ ઓળખે છે. So let me explain…

28 જુન, 1914 ના ઓસ્ટ્રીયાના ક્રાઉન પ્રિન્સ અને એમની પત્ની એક કાફલામાં જઇ રહ્યા હતા, ત્યારે 19 વર્ષના એક ટીનએજરે એમની જાહેરમાં હત્યા કરી. એ યુવક સર્બીઅન નેશનાલીસ્ટ હતો અને એનુ નામ હતુ Gavrilo Princip. આ ઘટનાના પ્રત્યાઘાત સ્વરુપે ઇવેંચ્યુઅલી બે વિશ્વયુધ્ધ લડાયા અને આશરે 80 million લોકોએ જીવન ગુમાવ્યુ. આનાથી વધુ હ્યુમનલોસ હજી માનવ ઇતિહાસે જોયો નથી. તમને એ ઓગણીસ વર્ષના યુવકના નામ વિષે ખબર હતી? જો જવાબ ના છે … તો મારે કહેવુ છે કે ઇતિહાસ પક્ષપાતી છે. એ ફક્ત રેકોર્ડ થયેલી, વારંવાર કહેવાતી બાબતો યાદ રાખે છે. એ ગેવ્રીલો અને હેંરી ટ્રુમનને ભુલી જાય છે અને હિટલરને યાદ રાખે છે.

કશ્મીર ફાઇલ્સમાં એક સંવાદ છે “ યહુદીઓને ભુલને હી નહી દિયા કે ઉનકે સાથ ગલત હુઆ હૈ”.

આ વિધાન તદ્દન સત્ય છે. યહુદી પ્રજાના ખાત્મા અને પીડા વિષે લાખો પુસ્તકો લખાયા છે, અગણીત ફિલ્મો બની છે. ઇતિહાસમાં એ હત્યાકાંડ એટ્લો પ્રબળ રીતે નોંધાયો છે કે you think of a monster, and Hitler comes to your mind. એ જરુરી પણ છે…

પણ પીડાઓ ક્યારેય એક્પક્ષી તો હોતી નથી. ઘટનાઓ ફક્ત એક પરિપ્રેક્ષ્યથી સમજવી પણ શક્ય હોતી નથી. તો પછી ક્યાં છે જર્મન પ્રજાનું આલેખન? છુટુછવાયુ કેટલુક લખાણ મળી આવશે પણ જ્યુ વિભિષિકાની ધધકતી જ્વાળાઓમાં એવુ એકલદોકલ ચોપાનિયુ ક્યારનું સળગી ચુક્યુ છે. And Maya Angelou says “There is no greater agony than bearing an untold story .”

હવે હું કેટલીક માહિતી શેર કરું છું

– પ્રથમ વિશ્વયુદ્ધ ઓસ્ટ્રિયાના પ્રિન્સનું મર્ડર થવાના કારણે શરુ થયેલું. અહીં વિશ્વયુધ્ધના મંડાણ સર્બિયાના હુમલાથી થયા છે, પણ BBC ન્યુઝ દ્વારા ૨૦૧૪ માં જ્યારે કેટલાક નામી ઈતિહાસકારો અને અભ્યાસુઓને પ્રશ્ન પૂછાયો કે “પ્રથમ વિશ્વયુદ્ધ કયા દેશે શરુ કરેલું ?” ત્યારે મોટાભાગના ઈતિહાસકારોએ જર્મનીને આ યુદ્ધ માટે જવાબદાર ગણેલું. પ્રશ્ન એ થાય કે કેમ? તો એમની દલીલ આ હતી “ Germany seems to be most responsible, because it offered ‘blank cheque’ support to Austria. ” આ તર્ક કેવો છે નહિ?

– And why just Germany? લગભગ સો રાષ્ટ્રોએ બે દેશોને ટેકો કરીને એ યુધ્ધને વર્લ્ડવોર બનાવેલુ. ઓસ્ટ્રિયા તરફી દેશો હતા જર્મની, બલ્ગેરિયા અને ઓટોમન એમ્પાયર . આની સામે મેદાને ઉતરનાર મહાસતાઓ હતી બ્રિટન, યુનાઇટેડ સ્ટેટ્સ , ફ્રાંસ ,રશિયા,ઇટલી, રોમાનિયા અને જાપાન. તો એ દેશોને ટેકો આપવા બદલ દોષી કેમ ન ગણ્યા?

– એ યુધ્ધ વખતે જર્મનીમાં એક માન્ય્તા ઉભી થઇ કે દેશની સમ્રુધ્ધ, એલીટ જ્યુ પ્રજા અન્ય સતા તરફી છે. એ માન્યતા પાછળ અનેક આંતરિક સંઘર્ષો હતા. જ્યુ લીડર્સ એવા સમયે દેશમાં હડતાલો, રાજકીય આંદોલનો કરતા રહ્યા. જર્મની ફક્ત બાહ્ય જ નહી, આંતરિક વિગ્રહથી પણ તુટ્યુ .

– અંતે એ હાર્યા અને સામેની સામુહિક શક્તિઓ જીતી. આ યુધ્ધમાં જર્મનીના લગભગ ૧૭ લાખ સૈનિકો મર્યા, ૪૦ લાખથી વધુ ગંભીર ઘાયલ થયા અને ૧૨ લાખ જેટલા યુધ્ધકેદી બન્યા. એક આખી યુવાન પેઢીનો સંહાર હતો એ. અને એ સ્થિતિમાં મહાસતાઓ દ્વારા બીજો મરણતોલ ફટકો મારવામાં આવ્યો. જર્મનીને ટ્રીટી ઓફ વર્સેલ્સ સાઈન કરાવવામાં આવી જે મુજબ ૧૩૨ બિલીયન ગોલ્ડ માર્ક્સનો દંડ કરાયો. આ અકલ્પ્ય દંડનો અંતિમ હપતો ઓક્ટોબર ૨ ,૨૦૧૦ ના ૭૦ મીલીયન યુરો દ્વારા ચૂકવાયો. ( યસ … હજી દસ વર્ષ પહેલા) .

– નાઝીવાદ ફાટ્યો એ પહેલાનો ઇતિહાસ છે આ. હીટલરની ક્રુરતા સહુ જાણે છે, પણ મ્રુતપ્રાય દેશને અબજોનો દંડ ફટ્કારનાર, બાર લાખ યુવાનોને યુધ્ધકેદી બનાવનાર દેશોની ક્રુરતા કેમ નોંધાઇ નથી? કે પછી જે સતત કહેવાય છે … એ જ ભવિષ્યમાં જીવે છે? જે પ્રજા પોતાનો પક્ષ મુકતી નથી એને ભવિષ્ય ગુનેગાર માની લે છે.

– As Pallavi Joshi says in #KashmirFiles “it’s a war of narratives”. If you can’t narrate your side, it will not be recorded in history.

– So speak up … speak up for your losses… speak up for your heroes …. Speak up for your civilization . દરેક સભ્યતાને પોતાનો પક્ષ મુકવાનો અધિકાર છે.

– ‘કાશ્મીર ફાઇલ્સ’ મુકાવો જરુરી હતો એવો પક્ષ છે. 2002 ના રમખાણો માટે રોદણા રડ્તા અતિજ્ઞાનીઓ, જ્યારે ટ્રેનમાં સળગાવાયેલા લોકો વિષે મજાકો કરે છે ત્યારે પક્ષ મુકાવો જોઇએ. જે.એન.યુ માં સરકારી અનુદાનથી ચાલતી સંસ્થામાં સાત-સાત વર્ષ પડ્યા રહેતા લોકો જ્યારે “ભારત તેરે ટુકડે હોંગે … ઇંશાઅલ્લાહ” ના નારા લગાવે, અને તોય સ્વરા ભાસ્કર અને અરુંધતી રોય વિદ્યાર્થીહીતના છાજિયા લે ત્યારે પક્ષ મુકાવો જોઇએ. સંસદ પર હુમલો પ્લાન કરનાર અફ્ઝલ ગુરુની ફાંસી રોકવા નસીરસાબ અરજીમાં સહી કરે અને પછી ભારતની અસહિષ્ણુતાની વાતો કરે ત્યારે પક્ષ મુકાવો જોઇએ. ભારત તરફ્થી “2018 હૈ, દેશ કો ખતરા હૈ, જિંગોસ્તાન જિંદાબાદ” કહેતી ફિલ્મ ઓસ્કારમાં ઓફિશીયલ એંટ્રી તરીકે જાય અને તોય અભિવ્યક્તિની આઝાદીના રોદણા રડાય તો પક્ષ મુકાવો જોઇએ. લીમ્બુ મરચા બાંધવાને રુઢી કહેતા લોકો જો હીજાબની તરફેણ કરે તો પક્ષ મુકાવો જોઇએ. So great Vivek Ranjan Agnihotri … more power to you. ફિલ્મ એક વૈચારિક પરિપ્રેક્ષ્ય ઉભો કરી શકી એ જ એની સફળતા છે.

– But … with that said…. there are 2 concerns which I would like to state …

– દેશભાવ અભિવ્યક્ત કરતી ફિલ્મ એ એક માધ્યમ છે, એ દેશભાવ પોતે નથી. એટ્લે ફિલ્મ વિષેનો અભિપ્રાય એ દેશ વિષેનો અભિપ્રાય નથી. Nationalism is intangible and should remain so.

– કોઇપણ નિશ્ચિત આદર્શને કલાનો માપદંડ ન બનાવી શકાય . વિષય વૈવિધ્ય અને અભિવ્યકતિ આર્ટ ફોર્મને જીવાડે છે. Goodness/ correctness of the subject જો માપદંડ બનશે તો વૈવિધ્ય અઘરુ બની જશે.

સમજણથી પ્રતિભાવ મુલવવા જરુરી છે, આવેશથી નહી.

– Devangi Bhatt

TejGujarati