સેવાની ભૂખ લાગે અને કશુક આપણી પાસે છે એ ત્યાગની ઈચ્છા થાય ત્યારે સમજવું કે શરીર તંદુરસ્ત છે.

ધાર્મિક

 

કથા સુધારવા માટે નથી બધાના સ્વીકાર માટે છે.

સાધુ એ ધર્મસ્થાન નથી તીર્થસ્થાન છે.

સાધુ પંચધૂણી તાપે છે.

ત્રિજા દિવસની કથા પર બાપુએ જણાવ્યું કે આજે વિશ્વકવિતા દિવસ છે અને વ્યાસપીઠને આપણા અગ્રણ્ય કવિઓ નીતિનભાઈ અને મનોજ ભાઈ તરફથી બે ત્રણ કવિતાઓ પણ મળી છે.જેનું બાપુએ પઠન અને ત્વરિત કમ્પોઝિશન પણ કર્યું હતું.એક પ્રશ્ન હતો કે બધા જ એક જ પ્રાણ હોવા છતાં પણ શા માટે દ્વેષ,ઇર્ષા અને નિંદા કરે છે?બાપુએ જણાવ્યું કે પંચપ્રાણ છે પરંતુ આત્મા એક જ છે અને અલગ-અલગ આત્માઓને કારણે કદાચ નિંદા ઇર્ષ્યા અને દ્વેષ આવતા હોય છે કારણ કે પ્રેમનો અભાવ છે જો પ્રેમ હશે તો એને જગ્યા નહીં રહે આવવાની.

શંકર ભગવાન રામના વિચાર અને આજ્ઞાથી પરણવા માટે તૈયાર થાય છે બાપુ કહે છે કે ઉચિત અને અનુચિત વિચારવું પડે.તુલસીદાસજી લખે છે કે જ્ઞાન એ મરાલ-હંસ છે અને નીર-ક્ષીર અલગ કરે છે.તો આ ઉચિત અને અનુચિતનો વિવેક છે.બાપુએ જણાવ્યું કે શ્રોતાઓ એવું કહે છે કે હવે કથામાં રસ પડતો નથી.પહેલા બહુ જ રસ પડતો! કારણ એ છે કે હવે જાણતલ થઈ ગયા છીએ! જો કથામાં એટલો જ રસ લેવો હોય તો કથા ભૂલીને આવો. રોજ કોરી પાટી લઈને આવો.હું પણ રોજ કોરીપાટી લઈને આવું છું એટલે મને આજે પણ કથામાં એટલો જ રસ પડે છે.તમે માણતલ થાઓ તો રસ પડે. જાણતલ થઈને આવો તો ખોટનો ધંધો કરો છો.હું રોજ નફો કરું છું.બાપુ કહે છે કે હું હજી પણ થાક્યો નથી એનું કારણ છે સહજતાની ચાલ ને કારણે. જાણતલ પણું મૂકીને સાંભળો પછી કંઈ કરવાનું રહેતું નથી.યુવાનો વારંવાર ડિપ્રેસ થઈ જાય છે કારણ કે અલગ અલગ લોકોની ચિંતાઓ અને ભાર લઈને ફરે છે.પણ હું નિરંતર લોકસંપર્ક માં રહું છું હું મારાથી જુદો ન પડી જાઉ એટલા માટે આવું કરું છું. બીજાનું ના વિચારો.જો મેં બીજાનું વિચાર્યું હોત તો આજે હું કથા ના કરતો હોત,અને આપ ડીપ્રેસ થાઓ ત્યારે મારે જ ફરી પાછા આપને રીપેર કરવા માટે જાગવું પડે છે! સ્મરણ કરવું પડે છે!કથા સુધારવા માટે નથી બધાના સ્વીકાર માટે છે.યુવાનોએ બીજાની સેવા કરવાની છે.સલાહ આપવાની નથી.રામચરિતમાનસમાં નવધા અને અનપાયિની વગેરે ભક્તિ છે પરંતુ કુલ ૪ પ્રકારની સેવા છે.એક સેવા છે ગુરુ પદ પંકજ..ગુરુના પદની સેવાનો મતલબ એ છે કે કોઈ કચરો ફેંકી દે ત્યારે સલાહ આપવાને બદલે એ કચરો લઈ અને કચરાપેટીમાં નાખો અને સેવા કરી લ્યો.મહા

મોહરૂપી પાડો વિશાળ છે તથા કથા કાલિકા છે પરંતુ પ્રહારની વાત આવી અને તરત યાજ્ઞવલ્ક્ય બીજી વાત કરે છે અને કહે છે કે તરત પ્રહાર ન કરો પરંતુ રામકથા શશિકિરણ છે ઘણી વખત પ્રહારથી બધું જ સુધરતું નથી અમુકને સુધારવા માટે પ્રહાર જરૂરી છે. પરંતુ પહેલા અંધારું કાપવા માટે કિરણની જરૂર છે અંધકાર કાપવા માટે ખડગની,તલવારની જરૂર નથી. જેને ભોગ વિવેક નથી એવા યુવાનની અને ઈન્દ્રની શ્વાન સાથે તુલસીજીએ સરખામણી કરી છે.બાપુએ જણાવ્યું કે તમે પોતાના માટે ઘણું બધું કરશો તો પણ એક સીમા આવી જશે પરંતુ બીજાના માટે ખૂબ કરશો એ અસીમ હશે કારણ કે ભોગ અને ત્યાગ એ શરીરનો ધર્મ છે.ભોગ વિવેકથી કરો અને શરીરનો કચરો ત્યાગો.ભૂખ લાગે છે એ તંદુરસ્તીની નિશાની છે એ જ રીતે શરીરમાંથી કશુંક ત્યાગીએ એ પણ તંદુરસ્તીની નિશાની છે.સેવાની ભૂખ લાગે અને કશુક આપણી પાસે છે એ ત્યાગની ઈચ્છા થાય ત્યારે સમજવું કે શરીર તંદુરસ્ત છે.વેદનો ઇન્દ્ર પૂજ્ય હશે પણ પુરાણનો ઇન્દ્ર મલિન છે કારણકે ઇન્દ્ર માયાનો પ્રહાર કરે છે.બાપુએ જણાવ્યું કે માયા ત્રણ પ્રકારની હોય છે આપણે સર્જેલી,દેવ માયા અને હરિમાયા. ચિત્રકૂટમાં જનકપુર અને અયોધ્યાવાસીઓ ભેગા થયા ત્યારે ઇન્દ્ર માયા ફેંકે છે,પરંતુ પાંચ જણ પર એની અસર થતી નથી ભરતને માયા નડતી નથી કારણ કે ભરત પ્રેમી છે,જનક નેછે પણ થયું અને નથી સ્પર્શતી,શિવ સાધુ છે એને માયા સ્પર્શતી નથી બાપુએ જણાવ્યું કે પ્રેમ નથી રહ્યો પ્રેમ જતો રહ્યો છે એટલે નિંદા ઈર્ષ્યા અને દ્વેષ આવે છે.ધૂણીની નજીક તો આદત પડી જાય તો વાંધો નથી આવતો પરંતુ સાધુની પંચધૂણી કઇ?ઈર્ષા સહન કરી શકે,ગામેગામ શ્વાનમંડળ છે!એ પહેલી ધૂણી છે,દ્વૈશ બીજી ઘૂણી છે,નિંદા ત્રીજી ધૂણી છે,અફવા ચોથી અને સાધુ પર આક્ષેપ આ પંચધૂણી છે.શંતર સાધુ છે એટલે માયા એને સ્પર્શથી નથી.બાપુએ જણાવ્યું કે ૭૫ કરોડના ખર્ચે મેઘરજના અતિ ગરીબ વિસ્તારમાં હોસ્પિટલ થઈ અને રજનીકુમાર પંડ્યાએ પ્રશ્ન પૂછ્યો કે બાપુ આપને કદાચ સહેલું લાગશે અમને અઘરું લાગે છે તમે આટલું દોડો છો છતાં કેમ ફ્રેશ રહો છો? બાપુએ કહ્યું કે હેલિકોપ્ટરમાં બેસતા પહેલા યાદ કરું છું કે ચંપલની પટ્ટી લગાવવાના પણ પૈસા નહોતા એટલે ફ્રેશ રહી શકું છું.સાધુ એ ધર્મસ્થાન નથી તીર્થસ્થાન છે.રામચરિતમાનસની અંદર પાંચ ચરિતની-ચરિત્રામૃતની વાત છે: શિવ ચરિત્રામૃત, સીતા અને રામનું ચરિત્ર,ભરતચરિત,હનુમાન ચરિત્ર અને ભુશુંડિચરિત્ર.

રામચરિતમાનસમાં આજે શિવચરિત્રની વાત કરી કથાને વિરામ અપાયો.

TejGujarati