Skip to content
અજાણ્યા અપરિચિત માહોલ વચ્ચે હું જાગ્યો છું ,
તારી અને મારી અંતર -ઈચ્છાઓ વચ્ચે ઉગ્યો છું ….
રૂંવે રૂંવે લીલું ખેતર લઈને દૂર સુધી ચાલ્યો છું ,
લચેલાં ડૂંડા વચ્ચે પંખીઓની ભૂખમાં સમાયો છું …
હરેક તૃણની નસ નસમાં હિલોળ લઈ હું ઝૂલ્યો છું ,
ઉભા શેઢે હાથમાં હાથ નાખીને પ્રણયમાં ડૂબ્યો છું ….
સમી સાંજની લાલિમા નીરખી મનમાં હું મરક્યો છું ,
આંખના મોઘમ ઈશારાઓમાં ઊંડે સુધી ઉતર્યો છું ….
ઉલેચીને રવિ-કિરણોને ગોધૂલી વેળાએ પાછો ફર્યો છું ,
વાડ ,ખેતર અને મોલ મહીં હું ક્યાંક સંતાયો છું ….!!!
બીના પટેલ