Skip to content
ઉત્સવ થી ઉત્સાહ વધે
વધે એક મેક નો ભાવ
વગર ઉત્સાહની જીંદગી
જાણે વાગ્યા ઉપર ઘાવ ….
માણસ આજે માણસ ને
નથી મળતો કોઈ સ્વાર્થ વિના
વગર સ્વાર્થે મળે એ તો
કહેવાય ગુણો ઉત્સવ તણાં…
હોળી હોય કે હોય ધુળેટી
આવે છે સૌને ખુશ કરવા
વાદ વિવાદ નો ત્યાગ કરી
જન જન નવો ઉમંગ ભરવા…
ઉત્સવ ગયા ઉત્સાહ ગયો
ગયા રીત અને રિવાજ
માણસ માત્ર પૈસા માટે
સ્વાર્થી થયો છે આજ…
મન મેલા અને તન ઉજળા
ઉજળા મેડી અને મોલાત
ધર્મ કર્મ વગર ના માનવી
તારી પેઢી મારશે તને લાત…
તન મન થી તંદુરસ્ત રહેવા
ઉજવો ઉત્સવ ઉમંગથી
કાલે સવારે શું થશે ?
વિચારો સાચા મનથી…
દેશ હોય કે હોય પરિવાર
રાખજો ધ્યાન વારંવાર
નકુમ નકામું ના લખે
ઉત્સવ એ જ ખરો ઉધ્ધાર…
ધુળેટી ના પાવન પર્વ નિમિત્તે @૧૮/૩/૨૦૨૨
રચના – જીતેન્દ્ર વી.નકુમ અમદાવાદ