એચ.એ. કોલેજ ધ્વારા માર્ગસલામતી સંદર્ભે વર્કશોપ યોજાઈ ગયો

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

એચ.એ. કોલેજ ધ્વારા માર્ગ
સલામતી સંદર્ભે વર્કશોપ યોજાઈ ગયો

ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ. તથા એન.સી.સી યુનીટ ધ્વારા ટ્રાફીક અવેરનેશનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો. ATCC અમદાવાદના જાણીતા ડૉ. પ્રવીણ કાનાબારે વિદ્યાર્થીઓને સમજ આપી હતી કે અકસ્માત કેવા સંજોગોમાં તથા કેવી રીતે થાય છે. ટ્રાફીકના નિયમોનું ઉલ્લંઘન, નશો કરીને વાહન ચલાવવુ, ઓવર સ્પીડમાં વાહન ચલાવવુ તથા મોબાઈલ ઉપર વાત કરતા પણ ઘણા લોકો ડ્રાઈવીંગ કરે છે જે પ્રાણઘાતક સાબીત થાય છે. ગુજરાતમાં રોજના ૧૯ લોકોના મોત માર્ગ અકસ્માતથી થાય છે. તથા હજારો લોકો અપંગ બને છે. આ અકસ્માતોથી દેશના અર્થતંત્ર ઉપર ખુબજ ગંભીર અસર પડે છે. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે યોવાનોને માર્ગ સલામતી અભીયાન ચલાવી સચોટ માર્ગદર્શન આપવુ જોઈએ તથા તેની ગંભીરતા સમજાવવી જોઈએ. કોલેજના વિદ્યાર્થીઓ ત્યારબાદ સી.જી.રોડના વિવિધ ચાર રસ્તાઓ ઉપર જઈને માર્ગ સલામતી સંદર્ભે નાગરીકોને સમજણ આપી હતી. જે નાગરીકોએ હેલ્મેટ નહોતુ પહેર્યું તેવા લોકોને ગુલાબનું ફુલ આપીને સકારાત્મક અભિગમ ધ્વારા હવેથી હેલ્મેટ પહેરવા વિનંતી કરી હતી.જે લોકોએ હેલ્મેટ પહેર્યું હતુ તેવા લોકોને ચોકલેટ આપીને બિરદાવ્યા હતા. આમ કોલેજના વિદ્યાર્થીઓ ધ્વારા શહેરના નાગરીકોને માર્ગ સલામતી સંદર્ભે જાગૃત કરવા સંનીષ્ટ પ્રયાસ કર્યો હતો.

TejGujarati