વિશ્વ ચકલી દિવસ” અંતર્ગત GSPCA ટીમના યુવાનો દ્વારાતિલકવાડા નગરમાં વિના મૂલ્યે પાણીના કુંડાનું વિતરણ કરાયું
રાજપીપલા, તા 20
૨૦માર્ચ “વિશ્વ ચકલી દિવસ” અંતર્ગત તિલકવાડામા
GSPCA ટીમ ના યુવાનો દ્વારા નગરમાં વિના મૂલ્યે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યુંહતું .જેમાં તિલકવાડા તાલુકા GSPCA ટીમના યુવાનો દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં જઈને લોકોને વિનામૂલ્યે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું. જેથી કરીને વિલુપ્ત થઇ રહેલા પક્ષીઓ ને પાણી સુવિધા સહેલાઇ થઈ મળી રહે અને પક્ષીઓ ને બચાવીને પ્રકૃતિને જતન કરી શકાય.

હાલમાં ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે. ગરમીનો પણ પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો છે.નદી-નાળા તળાવો સુકાઈ રહ્યા છે જેથી પક્ષીઓને પાણી માટે વલખા મારવા પડતા હોય છે. આજના આધુનિક યુગમા મોટા મોટા મકાનો અને બિલ્ડીંગો વચ્ચે પક્ષીઓને રહેવા માટે કોઈ પણ સ્થળ રહ્યું ન હોવાથી પક્ષીઓ વિલુપ્ત થઈ રહ્યા છે જેથી આ પક્ષીઓને પાણી ની સુવિધા મળી રહે અને પક્ષીઓ નો બચાવ થઈ શકે તે માટે તિલકવાડા GSPCA ટીમના નીરવ તડવી, તુષાર તડવી, ભાવેશ પંચાલ સાથે ગામ ના સરપંચ અરુણભાઈ સહિત ટીમના યુવાનો દ્વારા તિલકવાડા નગરના વિવિધ વિસ્તારોમાં લોકોના ઘરે જઈને વિનામૂલ્યે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.અને પક્ષી પ્રેમી યુવાનોએ લોકો ના ઘરના આંગણામાં કુંડા બાંધીને પક્ષીઓ માટે પાણીની સુવિધા માટે રોજે રોજ કુંડા માં પાણી ભરવા માટે લોકો ને નમ્ર અપીલ કરી હતી જેથી આવનારી પેઢીઓ પક્ષીઓની પ્રજાતિ જોઈ શકે અને પક્ષીઓનું જતન થઈ શકે અને પક્ષીઓ ને બચાવી શકાય તે ઉદ્દેશ્ય સાથે તિલકવાડા GSPCA ટીમ ના યુવાનોએ નગરના વિવિધ વિસ્તારોમાં પાણીના કુંડાનું વિના મૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું..
તસવીર :જ્યોતિ
જગતાપ, રાજપીપલા