કૃપા છે દેવાધિદેવની આખી આ સૃષ્ટિ ઉપર જટામાંથી સદા માટે ગંગાનું અવતરણ મળ્યું. – પૂજન મજમુદાર.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

કલમ મારી મળી સાથે શબ્દનું શરણ મળ્યું

કાગળ કલમની વચ્ચે કોઈ આવરણ મળ્યું

ખોવાઈ ગયેલો પંથ બેઠો છે મોં વકાસીને

વટેમાર્ગુ વગરના માર્ગ પર એક ચરણ મળ્યું

વરસાવી છે ચોતરફ ખુશીઓ આજ કુદરતે

પહાડોની વચમાંથી વહાલું સરખું ઝરણ મળ્યું

બીજી અનેક સુખ સુવિધાઓ સાથે માનવીને

નસીબમાં ચોક્કસ મળ્યું તો બસ મરણ મળ્યું

કૃપા છે દેવાધિદેવની આખી આ સૃષ્ટિ ઉપર

જટામાંથી સદા માટે ગંગાનું અવતરણ મળ્યું

બે માંથી થઈ ગયાં એક અંતે એ પંખીડાં હવે

પછી રોજ જીવનમાં નવું પ્રેમ પ્રકરણ મળ્યું

TejGujarati