હોળી ગીત. – પૂજન મજમુદાર.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

આજ કાનુડો રાધા સંગ હોળી રમે

તાજા કેસુડાંની કેસરી સુગંધથી

ગોપીઓના હૈયા ઢંઢોળી રમે,

આજ કાનુડો રાધા સંગ હોળી રમે.

ફાગણીયા ફાગ લઇ ચાલ્યો પવન અને

ભૂરા આકાશમાં છે રંગોનો રાગ

સાત સાત રંગોનું પાનેતર પહેરીને

ધરતીએ લીધો છે અવસરનો તાગ

ભરી સૌના હૈયાની રંગે ઝોળી રમે,

આજ કાનુડો રાધા સંગ હોળી રમે.

ગોકુળની ગલીઓમાં ઘેલા થઇ ઘૂમે

રંગરસિયાઓ ના ભીંજેલા મન

હોળીની મસ્તીમાં ચુર થઇ ઝૂમે

ગોપ અને ગોપીઓના નીતરતાં તન

એ તો રંગોમાં પિચકારી બોળી રમે,

આજ કાનુડો રાધા સંગ હોળી રમે.

પૂજન મજમુદાર 🙏🎉

TejGujarati