કુમકુમ મંદિર દ્વારા ત્રિદિવસીય ફૂલદોલોત્સવ ઉજવાશે.
તા. ૧૮ થી ર૦ માર્ચ સુધી સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર દ્વારા ત્રિદિવસીય ફૂલદોલોત્સવ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આ ત્રિદિવસીય મહોત્સવમાં શ્રી પુરુષોત્તમ લીલામૃત સુખસાગર ગ્રંથની પારાયણ શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીની નિશ્રામાં યોજાશે. આ પ્રસંગે કથામૃતનું પાન શ્રી હરિવલ્લભદાસજી સ્વામી અને શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી કરાવશે.
આ પ્રસંગે તા. ૧૮ માર્ચના રોજ સવારે ૯ – ૩૦ થી ૧ર – ૩૦ સાંજે ૩ – ૦૦ થી ૭ – ૦૦ ફૂલદોલોત્સવની ઉજવણી અને પારાયણ યોજાશે.આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનને રંગબેરંગી ફૂલોથી સુશોભિત ફૂલોના હિંડોળમાં ઝુલાવામાં આવશે.
તા. ૧૯ માર્ચના રોજ બપોરે ૧ -૦૦ થી ૭ – ૦૦ શ્રી હરિયજ્ઞ, કીર્તનભક્તિ, પારાયણ યોજાશે.
તા.ર૦ માર્ચના રોજ સવારે ૯ -૦૦ થી ૧ર -૦૦ સત્સંગ સભા, પારાયણ, સ્વાગતયાત્રા, સંતવાણી આદિ કાર્યક્રમો યોજાશે.
આ ત્રિદિવસીય મહોત્સવ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – સેવા કેન્દ્ર હીરાપુર ખાતે ઉજવાશે. જેનો દેશ વિદેશના ભક્તો લાભ લઈ શકે તે માટે સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટ્યુબ ચેનલ ઉપર તેનું પ્રસારણ કરવામાં આવશે.
- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ
- મો.૯૮૯૮૭૬૫૬૪૮
- વોટ્સએપ – ૬૩૫૨૪૬૬૨૪૮