એચ.એ. કોલેજનાં મેગેઝીન અસ્તિત્વનું વિમોચન થયું.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સના વર્ષ ૨૦૨૧ના કોલેજ મેગેઝીન “અસ્તિત્વ” નું વિમોચન જીએલએસના એક્ઝીક્યુટીવ વાઈસ પ્રેસીડેન્ટ સુધીર નાણાવટીએ કર્યું હતુ. શ્રી નાણાવટીએ પોતાનો પ્રતિભાવ આપતા કહ્યું હતુ કે કોઇપણ શૈક્ષણીક સંસ્થાએ પોતાનું મેગેઝીન પ્રસિધ્ધ કરવુ જોઈએ જેથી વર્ષ દરમ્યાનની પ્રવૃત્તિઓ, એચીવમેન્ટ્સ, રીઝલ્ટ તથા વિદ્યાર્થીઓના લેખો સમાજ સુધી પહોંચી શકે છે. એચ.એ. કોલેજના મેગેઝીનને આવકારતા કહ્યું હતુ કે ૨૦૨૧નું આખું વર્ષ કોવીડનો પ્રકોપ હતો. છતા પણ કોલેજે ઓનલાઇન શિક્ષણ, ઓનલાઇન પરીક્ષાઓ, જોબ પ્લેસમેન્ટ, એન.એસ.એસ, એન.સી.સી, સ્પોર્ટ્સ, એકેડેમીક એક્ટીવીટીઝ વિગેરે પ્રવૃત્તિઓ કરી પ્રંસશનીય કામગીરી કરી છે. વર્ષ દરમ્યાન ગરીબ લોકોને અનાજની કીટો, માસ્ક તથા સેનેટાઈઝર આપીને સામાજીક સેવાઓ કોલેજે કરી છે જેને હું બીરદાવુ છું. તેમણે કોલેજના પ્રિન્સીપાલ તથા સ્ટાફને અભિનંદન આપ્યા હતા. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે વર્ષ દરમ્યાન જીએલએસ મેનેજમેન્ટનો સહયોગ મળવાથી વિપરીત પરિસ્થિતીમાં પણ કોલેજનું સંચાલન સુપેરે કરી શક્યા છીએ. સમગ્ર વર્ષ દરમ્યાન ૩૬થી વધારે વેબીનાર યોજી શક્યા છીએ આમ સ્ટાફે પોતાની ફરજ સારી રીતે બજાવી હતી. કોલેજ મેગેઝીનના એડીટર પ્રા.ઉર્મિલા પટેલ તથા તેમની ટીમે ભારે જહેમત ઉપાડી હતી. આ મેગેઝીનમાં સમાજના પ્રતિષ્ઠિત મહાનુભાવોના પ્રતિભાવો, વિદ્યાર્થીઓના લેખો, કોલેજના એચીવમેન્ટ્સ તથા વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ પ્રસિધ્ધ થયો છે. આ કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રા.અનુરાધા પાગેદારે કર્યું હતુ. આ સમારોહમાં જીએલએસના પ્રોવોસ્ટ ડૉ.ભાલચંદ્ર જોષી, રજીસ્ટ્રાર ડૉ.ધર્મેશ શાહ તથા વિવિધ સંસ્થાઓના આચાર્યો, અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

TejGujarati