“૮૬ વર્ષની વયે પણ પ્રવૃત્તિ નું પાવર હાઉસ એટલે સોલંકી સાહેબ “લેખીકા – પારૂલ સોલંકી.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

“આ પોસ્ટ અહીં share કરતા હુ ગૌરવ ની લાગણી અનુભવું છું “

“૮૬ વર્ષ ની વયે પણ પ્રવૃત્તિ નું પાવર હાઉસ એટલે સોલંકી સાહેબ “

“માનવીને દઢ મનોબળ હોય તો ઉત્સાહ અને ઈચ્છા શક્તિ ને કોઈ ઉમર નડતી નથી,૮૬ વર્ષની વયે પણ વ્યક્તિ પોતાની પ્રોફેશનલ કેરિયર માં વ્યસ્ત રહીને ટોપ પર રહી શકે છે એનું ઉદાહરણ છે”મારા પપ્પા ,”કર્મવીર અને કર્મનિષ્ઠ સોલંકી સાહેબ “.(લેખીકા–પારૂલ સોલંકી)) મોબાઇલ-9909592615

૧૨ જાન્યુઆરી ,દર વર્ષે આ દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે,આજે હું આપ સૌ ને એક એવા ઉત્સાહી અને પ્રેરણાદાયક વ્યક્તિત્વ ની ઓળખાણ કરાવું !! રાજકોટ શહેરના રહેવાસી ((લખતર ના વતની ))એવા એક ગૌરવપ્રદ અને પ્રેરણાદાયી વ્યક્તિ જેઓ ૮૬ વર્ષની વયે પણ પોતાના પ્રોફેશન માં કર્મનિષ્ઠ અને કર્મવીર છેતેથી જ તો હ્રદય થી અને મનથી યુવાન છે, અને હજુ આ ઉમરે પણ યુવાનો ની જેમ જ પોતાના કાર્ય પ્રત્યે ડેડીકેશન સાથે પોતાની પ્રોફેશનલ લાઈફ માં વ્યસ્ત એવું વ્યક્તિત્વ ધરાવતા એવા મારા ફાધર માનનીય શ્રી શાંતિભાઈ.એલ. સોલંકી જેઓ એ નિવૃત થયા બાદ પણ પોતાની પ્રોફેશનલ લાઈફ માં સતત પ્રવૃત રહીને,એટલું કાર્ય કર્યું છે અને હજુ કરી રહ્યા છે અને તેથી જ મારા પપ્પાએ એ સાબિત કરી દીધું છે કે ઉત્સાહ અને ઇચ્છાશક્તિ ને કોઈ ઉમર નડતી નથી ,મિત્રો .શાંતિભાઈ સોલંકી જેઓ “પોતાના પ્રોફેશનલ વર્તુળ માં “સોલંકી સાહેબ”ના નામે ઓળખાય છે,અને અમે લોકો અક્ષર પુરુષોતમ સ્વામીનારાયણ સંસ્થા ના સત્સંગી છીએ,તેથી જ તો પપ્પા પોતે બીએપીએસ સ્વામીનારાયણ ભગવાનના એક નિષ્ઠાવાન હરિભક્ત છે,તેથી જ પ્રોફેશનલી વ્યસ્ત હોવાની સાથે આધ્યાત્મિક પાસું પણ મજબુત રાખે છે,તેમાં પણ પપ્પા યોગ્ય સમય આપે છે અને ધર્મ પાળવા સાથે પોતાનું કાર્ય કરે છે,સ્વામીનારાયણ ભગવાનની ભગવાનની ભક્તિ કરવી એમાં પણ પપ્પા એટલા જ પ્રવૃત છે અને તેથી બીએપીએસ સ્વામીનારાયણ ના હરિભક્તો માં અને મંદિરના પૂજ્ય શ્રી સંતમંડળ માં “શાંતિ કાકા”ના નામે ઓળખાય છે.સાથેજ પોતાના દરજી સમાજ માં પણ આજની તારીખે મદદરૂપ થવા જ્ઞાતિબંધુ ની સેવામાં ખડેપગે રહે છે,એટલે કે પોતાના જીવનમાં જોડાયેલ દરેક ક્ષેત્રમાં પણ હજુ દરેક જગ્યાએ સહભાગી થાય છે, તેથી જ તો શાંતિભાઈ એક મુઠી ઉંચેરુ વ્યક્તિત્વ ધરાવે છે

મિત્રો ,મારા પપ્પા Civil Engineer છે,અને Retired Executive Engineer from P.W.D.ડીપાર્ટમેન્ટ ગવર્ન્મેન્ટ માં ક્લાસ વન ઓફિસર તરીકે ૩૦ વર્ષ જોબ કરી,અને ૫૮ વર્ષની વયે નીર્વુંત થયા બાદ પણ ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટ માંથી “Government Approved Valuer “નું લાઇસન્સ મેળવ્યું અને ત્યારબાદ આટલા વર્ષ સુધી પ્રોપર્ટી ના વેલ્યુએશન રીપોર્ટ કરવામાં આજ સુધી પાછું વાળીને નથી જોયું.

મિત્રો,કેટલાક લોકો નિવૃત થયા બાદ એવું માનતા હોય કે “શી જરૂર છે હવે અપટુડેટ રહેવાની ?!! તેથી અમુક લોકો પોતાના વ્યક્તિત્વ ન ઉદ્યાન રાખતા ,પરંતુ નિવૃત થયા બાદ પણ મારા પપ્પા એ પોતાની એક્સ્ટર્નલ પર્સનાલીટી પણ પહેલાની જેમ જ જાળવી રાખી છે,પપ્પા નું કહેવું એમ છે કે ,હું એક ક્લાસ વન અધિકારી હતો અને નિવૃત થયા બાદ પણ મારી પર્સનાલીટી તો એક અધિકારી જેવી જ એવી જ રહેશે,”રેમન્ડ બ્રાંડ ફેબ્રિક ના જ હમેશા પેન્ટ –શર્ટ સ્ટીચ કરાવે,રેમન્ડ બ્રાંડ ના જ સુટ ,બ્લેઝર હમેશા પહેરવાના ,શિયાળામાં ઇવન વુલન જેકેટ અને શોલ પણ રેમન્ડ ની જ પાપા ને ગમે,હમેશા બહાર નીકળે એટલે સાથે બ્રાન્ડેડ પોર્ટફોલિયો રાખેજ adidas ની કેપ અથવા તો હેટ પહેરવાની અને શર્ટ માં હમેશા બે થી ત્રણ બ્રાન્ડેડ પેન પાપા પાસે હોય જ ,જેમાં પાર્કર પેન અને pierre cardin pen હોય જ.અને હા,મારા પપ્પા ને ચશ્માં નો પણ ખુબ જ શોખ,રીડીંગ ના અને દુર ના ચશ્માં પણ સારામાં સારી કંપની ના ગ્લાસ અને ફ્રેમ માં બનાવડાવે,ઘડિયાળ પણ સારી બ્રાંડ ની પહેરવી ગમે, અને શુઝ અને સોક્સ માં પણ પપ્પા ચૂઝી વલણ ધરાવે,વર્ષો સુધી બાટા ના શુઝ જ પહેર્યા,હમણાં વળી બ્રાંડ ચેંજ કરી,સાથે સાથે વિદેશી સારી બ્રાંડ નું પરફ્યુમ પણ પપ્પા ને ગમેજ ,વર્ષો પહેલા અત્તર ની નાની નાની બોટલ આવતી એનું બોક્ષ રાખતા,સમય પસાર થવાની સાથે અત્તરની બોટલો ની જગ્યાએ પરફ્યુમ સ્પ્રે એ જગ્યા લીધી,,એ પણ હાઈ ક્વોલીટી નું સિલેક્ટેડ પરફ્યુમ મારા પાપા ને ગમે,મિત્રો,નિવૃત થયા બાદ પણ મારા પપ્પા આ રીતે જ રેડી થઇ ને બહાર નીકળે ,અરરે એક વાત કહું,અમદાવાદ રહેતા મારા ગોહેલ માસાએ અંતરની ખુશી સાથે વખાણ કરતા એકવાર મારા પપ્પા ને કહેલ “શાંતિલાલ ,હું વર્ષોથી જોતો આવ્યો છું આ તમારી કેપ,તમાર શર્ટ ના ખીસામાં શોભતી સરસ મજાની બે થી ત્રણ પેન અને તમારા હાથમાં પોર્ટફોલિયો એ તમારી ઓળખ છે,મિત્રો આ વાત થઇ શોખ ની અને બાહ્ય વ્યક્તિત્વ ની,

ઇન્ટરનલ પર્સનાલીટી ની વાત કરીએ તો મારા પાપા ને પોતાનું કામ પડ્યું હોય તો એ પૂરું કરીને જ બેસે,ક્યારેય પણ આળસ નહિ કે “ચાલો થોડી વાર પછી કરીશ,..”એવું બિલકુલ નહિ.કામમાં તો શું વેલ્યુએશન રીપોર્ટ માટે ડીટેઈલ્સ જોઇને રીપોર્ટ રેડી કરવાનો,અને બહુ બધા વેલ્યુએશન રીપોર્ટમાં સિગ્નેચર કરવાની,કોઈ વાર વર્કલોડ વધુ હોય તો હું કહું,”પપ્પા હવે થોડી વાર તમે બ્રેક લઈને સોફામાં બેસો,થોડું ટીવી જુઓ,બેસો ,પછી તમારી ઓફીસ સ્પેસમાં ઓફીસ ચેર પર બેસજો,તો એમ કહે,”મને મારું કામ પડ્યું હોય ત્યાં સુધી જંપીને બેસવું ગમે નહિ,અને મિત્રો ,મારા પપ્પા ખુબ ઉત્સાહ થી વર્ક કરે,આપણે જે કોમ્પ્યુટર પ્રિન્ટ માટેના ૫૦૦ પેજ નું બોક્ષ આવે એ ૫૦૦ જેટલા વેલ્યુએશનની પેજિસ મારા પપ્પા એક કલાક માં સિગ્નેચર કરી લે છે,કોઈક વાર હું એમ કહું કે”પપ્પા હવે બીજા આ રીપોર્ટસ તમે કાલે કરજો”તો પપ્પા એમ કહે ક”મને પણ આ સહી કરવામાં શું થાક લાગે?હું ઇઝીલી બધી સિગ્નેચર કરું છું ,તો મિત્રો મારા પપ્પા ને ધંધાના કામમાં જરાય આળસ નહિ ,આ વાત દરકે જગ્યાએ લાગુ પ ડે,”જેમ કે ધર્મને લગતી કોઈ વાત હોય કે પોતાના સમાજ ને લગતી વાત કે કોઈ સ્નેહી સંબંધી કે મિત્રો ને કોઈ કામ પડ્યું હોય તો ત્વરિતપણે પોતાનાથી થઇ શકે એમ હોય તો તે કાર્ય પતાવી આપે,,કોઈ કામ પેન્ડીંગ રાખવું ગમે જ નહિ,ફટાફટ પોતાનું કામ પૂરું કરી લે,એટલે તો કહું છું કે મારા પપ્પા ૮૬ વર્ષની ઉમરે ઉત્સાહી અને યુવાન જેવા કર્મવીર અને કર્મનિષ્ઠ માનવી છે,

આ ઉમરે આટલું કર્મનિષ્ઠ કઈ રીતે થઇ શકાય ?જયારે તમારું આધ્યાત્મિક પાસું સબળ હોય તેમ ભગવાનની ભક્તિ કરતા હોય ત્યારે જ આ બધું શક્ય બને ,આને ધર્મ –ભક્તિ એ બધું મારા પપ્પા ને બાળપણથી જ એ સંસ્કાર પોતાના માતા-પિતા તરફથી મળ્યા છે,જયારે પપ્પા ની જોબ ચાલુ હતી ત્યારે પપ્પા માટે રોજ મંદિર એ દર્શન કરવા જવું શક્ય નહોતું,કારણકેPWD Department (સરકારી બાંધકામ ખાતું ,Roads & Building) માં ક્લાસ વન ઓફિસર એક જવાબદાર અધિકારી તરીકે તરીકે મારા પપ્પા કાર્યરત હોવાથી આખો દિવસ ઓફીસ વર્ક,સાઈટ visit એક સતત વ્યસ્તતા રહેતી,પણ હા,મારા પપ્પા એ વ્યસ્ત શીડ્યુલ માં પણ સમય મળે ત્યારે મંદિર દર્શન કરવા જઈ આવે અને પૂજ્ય સંતો ના દર્શન કરે,એ નિયમિત હતું,તેથી જ જયારે મારા પપ્પા નિવૃત થયા ત્યારે પછી અમારા baps અક્ષર પુરુષોત્તમ સંસ્થા સ્વામીનારાયણ ભગવાનના મંદિરે જવાનું નિયમિત શરુ કર્યું ,આ બાબતે વધુ કહું તો મારા પપ્પા એ પોતે નાનપણમાં જ આ સંસ્કાર પોતાના માતા-પિતા તરફથી મેળવેલ,પપ્પા ને તેઓ ની ૮ વર્ષની ઉમરમાં મારા દાદા જી એટલે કે તેઓના પિતાશ્રી એ કહેલ”હવે થી તારે આપણા ગામ (લખતર) માં આવેલ સ્વામીનારાયણ ભગવાનના મંદિરે રોજ સવાર –સાંજ દર્શન કરવા જવાનું ,ત્યાં આરતી કરવાની,અને કીર્તન પણ ગાવાના,!!અને મિત્રો મારા પાપા એ પોતાના પિતાશ્રીની આ આજ્ઞા સરધાર પાળી અને વર્ષો સુધી એ નિયમ પાળ્યો અને જયરે આગળ ચીવીલ એન્જીનીયરીંગ નું ભણવા જવાનું થયું ત્યારબાદ સરકારી નોકરી માં વ્યસ્ત થઇ ગયા,પણ નોકરી માં પણ નીતિ અને પ્રામાણિકતાથી રહેવું એ પર ભાર મુક્યો ,પપ્પા કહે છે,”આપણે ટ ઓશ્રીજી મહારાજે શિક્ષાપત્રી માં કહ્યું છે એ મુજબ વર્તવાનું હોય ને..

”મિત્રો નિવૃત થયા બાદ પપ્પા પોતાના વેલ્યુએશન ના કાર્ય માં પ્રવૃત જ રહ્યા છે,પણ નિવૃત થયા બાદ પપ્પા એ એક નિયમ બનાવી દીધો કે સવારે પ્રથમ મંદિરે દર્શન કરવા જવાનું ,પછી જ પોતાના કાર્ય માટે આગળ વધવાનું,સવારે રાજભોગ ની આરતી ૧૧ વાગ્યે થાય તેમાં તો પપ્પા અચૂકપણે હાજર હોય જ , મંદિરે આરતી બાદ પપ્પા કીર્તન પણ ગાય,મારા પપ્પા ને કીર્તન આવડે પણ એટલા કારણકે બાળપણમાં ૮ વર્ષની વયથી ખુબ જ કીર્તન મંદિરે ગાયેલા , અને કંઠ પણ સારો છે એટલે સરસ રીતે ગઈ શકે ,એમ કહે કે,”કીર્તન ગાવાથી મહારાજ રાજી થાય “આ નિયમ બની ગયો પપ્પા નો,અરરે મિત્રો નવી લાગશે તમોને પણ પ્રોપર્ટી નું વેલ્યુએશન નું કામ હોય તોકેટલીક વખત કોઈ ક્લાયન્ટ ની એ સમયે મીટીંગ હોય કે કોઈ સાઈટ એ સમયે જોવા જવાનું બને …પરંતુ મારા પપ્પા એ પોતાનો નિયમ ક્યારેય નથી તોડ્યો ,પપ્પા એમ કહે કે પહેલા ભગવાનના દર્શન ,આરતી કરી લઉં ,, ત્યારબાદ કામ ની વાત,અને મિત્રો લોકો એમાં સમંત પણ થઇ જાય એ મહારાજ સ્વામીની કૃપા ,અરરે પછી તો પ્રોફેશનલ વર્તુળ માં બધા લોકો ને ખબર પડી ગઈ કે”સવારે ૧૧ વાગે તો સોલંકી સાહેબ કાલાવડ રોડ ના સ્વામીનારાયણ મંદિરે જ મળે ,એટલે કોઈને ખુબ જરૂરી અને ઉતાવળ હોય તો તે લોકો પપ્પા ને મળવા મંદિરે આવી જતા અને એ બહાને તે લોકો પણ દર્શન કરતા ..આવું પણ ક્યારેક બન્યું છે,

મિત્રો ,આ બધો કર્મ નિયમિત પણે વર્ષો સુધી જળવાઈ રહ્યો,પણ લોકડાઉન થયું ત્યારે મેં પપ્પા ને આખો દિવસ ઘરે રહેતા જોયા.એવું લાગ્યું કે હવે મારા પપ્પા નિવૃત થયા છે,કારણકે લોકડાઉન માં અને કોવીડ પરિસ્થિતિ માં ઘરે રહેવું એ આબાલવૃદ્ધ બધા માટે એક્સ્સરખો સમય હતો , પણ હા,ત્યારે પણ ઘરે જ રહેવાનું હોય તો પણ મારા પપ્પા રોજ સવારે સફારી પહેરીને તૈયાર થઇ જાય ,હાથમાં કાંડા ઘડિયાળ પણ પહેરીને બેસે ,એમ નહિ કે ઘરે છીએ તો રિલેક્ષ રહીને લઘરવઘર રહેવું,ઘરે પણ પણ અપટુડેટ જ રહેવાનું અને પોતાની રીતે સમય પસાર કરે,અમારા સંપ્રદાય ના શાસ્ત્રો વાંચે,હરિભક્તો ને ,સગા –સંબંધીઓ,મિત્રો ને ફોન કરે ખબર અંતર પૂછે ,,સાથેજ મંદિરે પૂજ્ય સંતો ને પણ પપ્પા ફોન કરીને વાત કરે અને પૂજ્ય સંતોના આશીર્વાદ ના કૃપાપાત્ર બને ઇવન સગા-સંબંધીઓને ફોન પર સત્સંગ કરાવે,અને ક્યારેક ટીવી પર મેચ જુએ,મારા પપ્પા ને ક્રિકેટ મેચ નો અનહદ શોખ,સારા સારા પ્રોગ્રામ જુએ,ન્યુઝપેપર વાંચે,પણ ક્યારેય કંટાળો નહિ ,મેં ક્યારેય એવું નથી સાંભળ્યું “કે મને કંટાળો આવે છે”આ બધું ત્યારેજ શક્ય બને કે આપણું સ્પીરીચ્યુલ કવોશન્ટ સ્ટ્રોંગ હોય,ભગવાનનું બળ હોય ત્યારેજ આવું બની શકે, એટલે ટ ઓકાહી શકાય કે મારા પપ્પા સંસ્કારે-વિચારે ને વ્યવહારે પણ પાકા સત્સંગી છે ,we are proud for my loving caring father “

પારુલ સોલંકી

TejGujarati