ઉત્તર પ્રદેશની ચૂંટણીના પરિણામો આવ્યા…રચના – જિતેન્દ્ર વી. નકુમ.

ગુજરાત ટેક્નોલોજી ભારત રાજનીતિ સમાચાર

11-3-2022

ઉત્તર પ્રદેશની ચૂંટણી ના પરિણામો આવ્યા,

દરેકના મનમાં નવો ઉત્સાહ અને ઉમંગ લાવ્યા…

મોદીજી – યોગીજીના વિકાસમંત્રો ભાવ્યા,

યુપીમાં જનતા જનાર્દન ભારતીય જનતા પાર્ટી સાથે આવ્યા…

ખૂબ સહન કર્યા અત્યાચારો ને ભ્રષ્ટાચારો,

ગરીબનો અવાજ સાંભાળનારા યુપીમાં કોઇ ન આવ્યા…

સપાએ સુવીધાઓ રહિત જીવાડ્યા,બસપા કોમવાદી,

ભાજપા આશાઓની નવી કિરણો લઇ આવ્યા…

માયાવતી નો માયાવી હાથી ન ચાલ્યો, જુઓ દેશવાસીઓ….

આજ લક્ષ્મીજી કમળ પર બેસીને આવ્યા…

રાહુલ ,અખિલેશ, ઓવૈસી બહુ વરસ્યા મોદી પર

કોંગ્રેસ, સપા, બસપા પણ ના ફાવ્યા…

ભલે કરો તમે વિરોધ મોદી – યોગીનો પણ મોદી – યોગીતણા

કર્મયોગ અને નિસ્વાર્થ સેવા ના પરિણામો આવ્યા.

રાજકારણ માત્ર જંગ ન રહેતા દરેક ના આદર્શ સમાન

મોદીજી,યોગીજી યુપી માં પ્રચંડ બહુમત લાવ્યા….

ભારત અને ભારતીયતા ના ઉત્તરપ્રદેશ ને ઉત્તમ કરવા

યુપીમાં ફરીથી ભારતીય જનતા પાર્ટી લાવ્યા.

બહુ થયુ બહુ સહન કર્યુ મોદીજીએ – યોગીજીએ,

આજ રાજ્ય અને રાષ્ટ્ર નો સાચો પથ દર્શક બનીને યોગીજી,મોદીજી આવ્યા…

હોળી હોય કે દિવાળી ભારતીય જનતા પાર્ટી

યુપીમાં હોળીના પ્રસંગે દિવાળી લઇ આવ્યા.

હોળીના પવિત્ર ઉત્સવના આગલા દિવસોમાં

યુપીમાં સત્તા પુનરાવર્તન લઇ આવ્યા….

હિરણ્યાકશ્યપનો વધી કરી પ્રહલાદ ઉગારવા

નૃસિંહની જેમ મોદી,યોગી ફરી આજ યુપીમાં આવ્યા.

અસત્ય ઉપર સત્યનો વિજય નિશ્ચિત છે

આજ દિન સુધી સાચા સામે ખોટા કદી નથી ફાવ્યા…

ઉત્તર પ્રદેશની જનતા નો આભાર કેટલો માનીયે

વિજય ની હેટ્રીક લઇ ને આવ્યા.

ના પ્રાંતવાદ ના જાતીવાદ ના ભાષાવાદ ના ભેદભાવ,

રાષ્ટ્રવાદ ને વિકાસવાદ જીતી આવ્યા….

ખૂબ કરો તમે રાજનીતિ પણ નીતિ વગરનું રાજ નકામુ,

મોદીજી નીતિ સાથે જ જીતી આવ્યા.

મોદી,યોગી માત્ર માણસ નહીં પણ દરેકના દિલમાં રાજ કરે

એવા કર્મયોગી મહામાનવ જીતી આવ્યા….

આજનો પ્રસંગ દરેક ભારતીયો માટે ગૌરવનો છે

કારણ યુપીમાં મોદીજી,યોગીજી ફરી કમળ ખીલવી આવ્યા.

વારાણસીના વિશ્વનાથ અને ભાગરથી ગંગાને

પણ મોદી-યોગીના ભાગીરથ પ્રયત્નો ખુબ ભાવ્યા….

મથુરાવાસી કિશન કનૈયા અને અયોધ્યાવાસી રામ લલ્લાની

વેદનાની વાચા બની મોદીજી -યોગીજી આવ્યા.

યુગે યુગે સંભવામિ આજ યુપીમાં દેખાઇ ગયુ

રાજકારણમાં મોદી-યોગી નવો પ્રાણ બનીને આવ્યા….

ખમા કરો સૌ વિરોધ પાર્ટી મોદીપર માછલા ધોવા બંધકરો,

મોદીજી -યોગીજી વિરોધી કદી નથી ફાવ્યા.

નકુમ નકામુ ના લખે આજ જીત યુપીની જનતાની છે,

દુનિયા જોઇ રહી મોદીજી-યોગીજી ફરી યુપી જીતી લાવ્યા.

( રચના – જિતેન્દ્ર વી. નકુમ. )

આ રચના મૌલિક છે કોઇની કોપી કરેલ નથી.

સારી લાગે તો આગળ ધપાવજો પ્રતિભાવો લખજો..

[email protected]/ www.nrlifecare.in

TejGujarati