વડોદરા કલેકટરનેપત્ર લખી સાંસદ મનસુખ વસાવાએકર્યો સીધો સવાલ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ઓવરલોડેડ રેતી ભરેલા રોયલ્ટી વિનાના તમામની સામે શું કાર્યવાહી કરીઅને કેટલી સંખ્યામાં કરી છે ?

વડોદરા કલેકટરનેપત્ર લખી સાંસદ મનસુખ વસાવાએ
કર્યો સીધો સવાલ.

ગેરકાનુની રીતે આ રેતી કાઢી . સરકારની રોયલ્ટીચોરો સામે 10-10દિવસ થવા છતાં કાર્યવાહી કેમ કરી નથી?

માનવતા વિસરેલા કલેકટરને સાંસદે મૃતક પરિવારની મુલાકાત લેવાનું યાદ કરાવ્યું.

રાજપીપલા, તા 9

ખાણખનીજ અધિકારિઓ અને સાંસદ મનસુખભાઇ વસાવાના રેતી માફિયા સામે કાર્યવાહી કરવા ઉઠાવેલા અવાજને ચારે તરફથી જન સમર્થન મળ્યું છે ત્યારે આ સમગ્ર ઘટનાસાથે જોડાયેલા ચાવીરૂપ અધિકારી વડોદરા કલેકટરે ઘટના ને 10દિવસ વીતવા છતાં કોઈ કોઈ કાર્યવાહી ન કરતા સાંસદ મનસુખવસાવાએ વડોદરા ક્લેટકટર ને પત્ર લખી સીધા સવાલો કરી જવાબો માંગ્યા હતા. અને ગેરકાનુની રીતે આ રેતી કાઢી સરકારની રોયલ્ટીચોરો સામે 10-10દિવસ થવા છતાં કાર્યવાહી કેમ કરી નથી?એવો સવાલ કરી માનવતા વિસરેલા કલેકટરને સાંસદે મૃતક પરિવારની મુલાકાત લેવાનું યાદ કરાવ્યુંહતું

સાંસદ મનસુખવસાવાએ વડોદરા ક્લેટકટર ને પત્રમાં જણાવ્યું છે કે વડોદરા જિલ્લાના નારેશ્વર- ભાલોદ ગામ પાસે અકસ્માતમાં ત્રણ(3)લોકોના મૃત્યુ થયા હતા. ઘટનાના બીજા દિવસે11 થી ૧૨ વાગ્યા સુધી પોલિસ સિવાય મહેસુલી
કે ખાણ ખનીજ વિભાગના કોઈ પણ અધિકારી કે રાજકીય આગેવાનો સ્થળ પર પહોચ્યા ન હતા,માજી ધારાસભ્ય સતિષભાઈ પટેલ સાથે ઘટના સ્થળે બીજા દિવસે હું જાતે ગયો હતો, ત્યારે લોકોનો ખુબ જ આક્રોશ હતો. હું જ્યારે પુષ્પાજંલી કરી રહ્યો હતો ત્યારે ખિરસામાં હાથ નાખી મામલતદાર તથા
તેમના સાથેના પણ ખિરસામાં હાથ નાખી આંટાફેરા મારી રહ્યા હતા. અને સૌથી દુખદ બાબત તો એ કે
૫૦ થી ૬૦ હાઈવા (ડંપરો) ભીની રેતી ભરેલા તથા પાણી ટપકતી હાલતામાં અને રોયલ્ટી વિનાના રેતીભરેલા ડમ્પરો ઉભા હતા.હતા.એટલી જ સંખ્યામાં નીચે નારેશ્વર ભાટામા પણ રેતી ભરેલી ટ્રકો – ડમ્પરોઉભેલા હતા તે પણ મોટાભાગે રોયલ્ટી વિનાના હતાં.
મેં મામલતદાર – સર્કલ તથા ખાણ ખનીજ ના અધિકારીઓને તેનું પંચનામું
કરવા જણાવ્યું ત્યારે તેઓ કોઈક ને કોઈ બહાનું કાઢી સમય પસાર કરી રહ્યા હતા. એ દરમ્યાન પ્રાંત અધિકારી
કરજણ ઘટના સ્થળે આવતાં અને અમને જણાવ્યું કે હું બધી તપારા કરી કાયદેસરની કાર્યવાહી કરાવીશ તેમ
જણાવ્યું ત્યાર પછી અમે લોકોને સમજાવી ત્યાથી નિકળી ગયા.પરંતુ આજ દિન સુધી જે કાર્યવાહી થઈ છે
તેનાથી મને સંતોષ નથી. ખુબ મોટી સંખ્યામાં રેતી ભરેલા વાહનો હતા, અને રોયલ્ટી વિનાના આ
તમામની સામે શું કાર્યવાહી કરી છે ? કેટલી સંખ્યામાં કરી છે ? તેની સ્પષ્ટતા હજુ સુધી તેઓએ કરીનથી.ઉપરાંત લીજ સિવાયની બાકીની અન્ય સરકારી જગ્યામાંથી મશીનો દ્વારા ગેરકાયદેસર રીતે જે રેતી કાઢીછે તેનાથી નદીમાં પણ ૨૫ થી ૩૦ ઉંડા ખાડા પડી ગયા છે. આ મોટેભાગે ગેરકાનુની રીતે આ રેતી કાઢવામાં
આવે છે. નદીમાં આડ બંધ બાંધવામાં આવે છે. સરકારની રોયલ્ટીનો બેફામ રીતે ચોરી કરવામાં આવી રહી છે.
તો આ તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરતા અધિકારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. મનસુખભાઇએ
દુ:ખ સાથે જણાવ્યુ હતું આજે દસદિવસ થવા આવ્યા છે છતાં પણ આ દુ:ખી મરનારના પરિવારને કોઇ સરકારી અધિકારીઓએ આજદિન
સુધી મુલાકાત કરી નથી. તો મૃતકના પરીવારોને મળી યોગ્ય સહાયરૂપ થવા અપીલકરતા અધિકારીઓ પણ માનવતા શૂન્ય સાબિત થતા માનવતા યાદ કરાવી હતી.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા

TejGujarati