નર્મદા જિલ્લાના દેડિયાપાડા સાગબારા તાલુકાના પોલીસ કોન્સ્ટેબલની ઉમેદવારોને ફિઝિકલ ટેસ્ટ પાસ થયેલા ઉમેદવારોને એક માસની તાલીમ અપાશે
પોલીસ કોન્સ્ટેબલની ફિઝિકલ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો માટે તાલીમ કાર્યક્રમનો શુભારંભ
રાજપીપલા, તા.9
આજરોજ નર્મદા જિલ્લા ના નિવાલદા ખાતે પોલીસ કોન્સ્ટેબલની ફિઝિકલ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો માટે
તાલીમ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા,શિક્ષણ સમિતિના અધ્યક્ષ શાંતાબેન, ડેડીયાપાડા તાલુકા ભાજપ પ્રમુખ,જિલ્લા ઉપપ્રમુખ રણજીતભાઈ ટેલર, વગેરે આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પોલીસ કોન્સ્ટેબલ ની પરીક્ષા માટે તૈયાર કરવા માટે શરૂ થયેલા તાલીમ વર્ગનો શુભારંભ કરતા પૈસા દેને જણાવ્યું હતું જે પોલીસ ઉમેદવારો જીગર ટેસ્ટમાં પાસ થયા છે તને હવે લેખિત કસોટી અને અન્ય કસોટી માટે સારી રીતે સફળ થઇ શકે તે માટેની તાલીમ એક માટે તાલીમ આપવામાં આવશે. આ માટે સાંસદ મનસુખભાઇ વસાવા, માજી મંત્રી મોતીભાઈ વસાવા ના સહયોગથી આ તાલીમ યોજાશે.તે માટે નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવશે. તજજ્ઞ વત્સલભાઈ ઓઝા તથા તેમની ટીમ દ્વારા તાલીમ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.
તસવીર:જ્યોતિ જગતાપ, રાજપીપલા