કામનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

તા. 01/03/2022 મહાવદ તેરસ મહાશિવરાત્રીના પાવન અવસરે અમદાવાદ ના નારણપુરા વિસ્તારમાં સ્થિત કામનાથ મંદિર ( સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ની સામે ) માં હોમાત્મક લઘુરુદ્ર હવન નું આયોજન કરવામાં આવ્યું હતું સાથે રુદ્ર માળા યંત્ર ની પૂજા, મહાઆરતી, શિવજી ના મંત્રોચ્ચાર અને બાળકો ના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા.

આ દિવસે ગુજરાત રાજ્ય ના રાજ્યસભા ના સાંસદ સભ્ય અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી માનનીય શ્રી નરહરિભાઈ અમીન સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને લઘુરુદ્ર માં ભાગ લઈ અને શિવજી ના દર્શન કર્યા અને આશીર્વાદ લીધા હતા.

તેમનું પુષ્પગુચ થી સ્વાગત ડો. સાહિલ શાહ ( રેડીઓલોજીસ્ટ ), ટ્રસ્ટ ના યુવા અગ્રગણી તરીકે કર્યું હતું. આ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી જયમીનભાઈ અને સેકેટરી શ્રી મનુભાઈ પટેલ એ નરહરિભાઈ નું સ્વાગત મોમેન્ટો આપી ને કર્યુ હતું. આ ટ્રસ્ટ ના ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ, ટ્રસ્ટી શ્રી યુવાંગભાઈ, શ્રી એમ. એમ. દેસાઈ, ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ઇન્ચાર્જ કુલપતિ અને પુર્વ કૉમેર્સ ફેકલ્ટીના ડીન ડો એન. ડી.શાહ અને અન્ય ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહ્યા હતા.

TejGujarati