આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નારી તું નારાયણી… – વિભા પટેલ.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ

નારી તું નારાયણી…

કહેવા માટે તો એટલું બધું છે કે શું કહીએ અને શું ન કહીએ એ જ નક્કી કરવું અઘરું છે મહિલાઓ માટે… સૌ પ્રથમ તો આજ ના આ યુગ માં પુરુષ સમોવડી બની રહેલી મહિલાઓને આંતરરાષ્ટ્રિય મહિલા દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ……

અહી જે વિષય પર હું કહેવા જઈ રહી છું એ થોડું અઘરું છે સમજવું… પણ તેમ છતાં હું કહીશ કે આજ ના આ યુગ માં પુરુષ સમોવડી બની રહેલી મહિલાઓ કેટલા અંશે સલામત છે? આપણાં સામાજિક દુષણો થી, જેમ કે અત્યારે હાલ માં જે દૂષણ ફેલાઈ રહ્યું છે.. એમાં “સ્ત્રી જ સ્ત્રી ની દુશ્મન” બની રહી છે મહદઅંશે…જે બહાર જાહેર માં નથી દેખાતું પણ છાનું છાનું ચાલી રહ્યું છે…. હા જો તમે સમજી શકતા હોય તો મારો ઈશારો એ તરફ જ છે.. લગ્નેતર સંબંધો એટલે કે extra marital affairs… જે હાલ માં જોર શોર થી ટ્રેન્ડ(વલણ)માં છે. આવા સંબંધો થી નુકસાન કેટલું અને ફાયદો શું… એ વિચારવા માટે સમય બગાડવા કરતાં સમય આપવો એ મહત્વ નું છે.કોઈ કોઈ દૃષ્ટાંતો છે જેની વાત અહી ચાલી રહી છે… એમાં ઘણા ખરા કારણો આવા હોય શકે… જેમ કે કોઈ કોઈ પુરુષ ને ફક્ત શોખ હોય છે કે પત્ની ભલે હોય પણ બહાર એક ગર્લફ્રેન્ડ તો હોવી જ જોઈએ… તો ઘણા ખરા ઘરમાં થતી નાની નાની મગજમારી ઓથી કંટાળીને આવા સંબંધ ની શોધ માં ફરતાં હોય છે. એમ જ સ્ત્રી ઓ નું પણ એવું જ છે. મગજમારી, યા તો કોઈ દિલફેંક આશિક જવો પુરુષ વખાણ કરે એટલે એમાં સપડાઈ જાય ક્યાં તો પછી માનસિક રીતે.. અશાંતિ અનુભવતા બહાર શાંતિ શોધવાના ચક્કર માં .. આવા સંબંધો માં ઝડપાઈ જાય છે… પણ આ બધું જ બાજુ પર મૂકીને ક્યારેક જો એવા વિચારો ની આપલે થઈ જાય કે જેમાં એક સ્ત્રી બીજી સ્ત્રી નું જ વિચારે કે એના કારણે કોઈ બીજી સ્ત્રી નું ઘર તૂટી રહ્યું છે તો મહદઅંશે આ દુષણ કાઢી શકીએ છીએ સમાજ માંથી…. પુરુષ ના સ્વભાવ માં એક સરસ વાત છે કે એ લોકો ઇર્ષાવૃતી ઓછી ધરાવતા હોવાથી એમના ઝગડા કે ગેરસમજ લાંબા સમય સુધી ટકતા નથી…

વિભા પટેલ…

TejGujarati