સ્ત્રીના ચહેરાનું સુંદર સ્મિત પૃથ્વી પર ખુશી અને સ્વર્ગના સુખની અનુભુતિ કરાવે છે. – જય શ્રીમાળી પલિયડ. *શુકુન.*

ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

*વિશ્વ મહિલા દિવસ આજ આખા વિશ્વ માં ઉજવાય રહ્યો છે ત્યારે ખૂબ જ ખુશી અને આનંદ સાથે મને લખવાનું મન થયું છે,આપણે સ્ત્રીની શક્તિ તરીકે હંમેશા પૂજા કરી છે એટલે જ આપણા દેશમાં “મા ભગવતી શક્તિ”ના શક્તિપીઠો પર આપણે શીશ નમાવીને હંમેશા એમને પૂજાતા આવ્યા છીએ.આજ આપણે જે મહિલાઓને સન્માન આપીએ છીએ એ દ્રવિડ સંસ્કૃતિમાં હજારો વર્ષોથી માતૃમુલક સામાજિક કુટુંબ વ્યવસ્થા ભારતમાં જોવા મળતી હતી.બદલાતાં જતાં સાંપ્રત પ્રવાહમાં વિશ્વના દરેક દેશમાં સ્ત્રી સશક્તિકરણના કાર્યક્રમો અંતર્ગત થયેલા સરકારશ્રીના અથાગ પ્રયત્નોથી સ્ત્રીઓ ઘરની ચાર દિવાળોમાંથી બહાર નીકળી બધા ક્ષેત્રોમાં પુરુષ કરતા સવાયી સાબિત થઈ છે અને એટલે જ ઘર પરિવાર સાંભળથી શરૂ કરી માઉન્ટ એવરેસ્ટ શિખર સુધી અને અવકાશ સુધી સ્ત્રીએ દરેક ક્ષેત્રમાં પોતાની શક્તિ અને આવડત કલા કૌશલ્ય અને ખંત દ્વારા ઉચ્ચ શિખરો સર કર્યા છે એના અનેકાનેક ઉદાહરણો આપણને મળી રહેશે. ભારતમાં સ્ત્રી શિક્ષણ અને સ્ત્રીસશક્તિકરણ માટે સૌ પ્રથમ મહાત્મા જ્યોતિબા ફુલે અને એમના ધર્મ પત્ની સાવિત્રીબાઈ ફુલેએ કરી હતી અને આપણા બંધારણમાં પણ ડૉ.ભીમરાવ આંબેડકર સાહેબે કન્યા કેળવણી,સ્ત્રીઓ પર થતા અત્યાચાર રોકવા અને સ્ત્રીઓને ઘરની ચાર દિવાલમાંથી બહાર લાવવા માટેના ઘણાં કાયદાઓ દ્વારા સ્ત્રી શિક્ષણ અને સશક્તિકરણને વેગ આપવામાં આગવું પ્રદાન આપ્યું છે અને એટલે જ આજ ભારતની મહિલાઓ પણ વિશ્વની મહિલાઓ સાથે કદમથી કદમ મિલાવીને પોતે સ્ત્રી હોવાના ગર્વ સાથે પોતાની મંજીલ સુધી પહોંચી પોતાના ઘર પરિવાર ગામ,શાળા,દેશનું નામ રોશન કરી પોતે પોતાનું આગવું અસ્તિવ ઉભું કર્યું છે એ માટે ભારત અને વિશ્વની તમામ નારી શક્તિ ને મારા કોટી કોટી વંદન. *સ્ત્રીના ચહેરાનું સુંદર સ્મિત પૃથ્વી પર ખુશી અને સ્વર્ગના સુખની અનુભુતિ કરાવે છે.*

*એ પછી માં ના ચહેરાનું સ્મિત હોય_* ,

*પત્નીના હોય કે પછી દીકરીનું સ્મિત હોય.એના એક લાગણી સભર સ્મિતથી આખી દુનિયા બદલાઈ જાય છે* .

*વિશ્વ મહિલા દિવસની ખૂબ ખૂબ શુભ કામના*

*લેખક* *જય શ્રીમાળી પલિયડ* *શુકુન*

TejGujarati