ગુજરાતની દસ વર્ષની દીકરીએ સર્જ્યો ૧૦૧ દિવસમાં વર્લ્ડ રેકોર્ડ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

વઢવાણ-સુરેન્દ્રનગરની માત્ર દસ વર્ષની દીકરીએ 101 દિવસમાં 101 પોટ્રેઈટ પેઇન્ટિંગ બનાવીને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો.
માત્ર ૧૦ વર્ષ ની વયે ૧૦૧ દિવસ માં અવિરત ૧૦૧ પોટ્રેટ નું ચિત્રાંકન કરી સુરેન્દ્રનગર ની સાનવી સંજયભાઈ સંઘવી એ “HIGH RANGE BOOK OF WORLD RECORD” માં સ્થાન મેળવ્યું.

વઢવાણ-સુરેન્દ્રનગર ની ખ્યાત “one world school” માં ૫(પાંચ) માં ધોરણમાં અભ્યાસ કરતી સાનવી પર કલાની દેવી માઁ સરસ્વતી એ પૂર્ણ કૃપા વરસાવી છે.માત્ર પોતાની સૂઝ- બુજ થી કાર્ય કરતી સાનવી એ આજ સુધી કોઈ પાસે કલાનું શિક્ષણ મેળવ્યું નથી.એવૉર્ડ વિધિવત રીતે આપવા એક કાર્યક્રમ સુરેન્દ્રનગર ની હોટેલ પ્રેસિડેન્ટ ખાતે યોજાયેલ.સમારંભ ના અધ્યક્ષ તરીકે સુરેન્દ્રનગર ના કલેકટર શ્રી કેયુરભાઈ સંપત ઉપસ્થિત રહ્યા.અતિથિ વિશેષ તરીકે ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ,ગુજરાતના હાઈ રેન્જ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ના ચીફ-કોઓરડીનેટર શ્રી સ્વપ્નિલભાઈ આચાર્ય હાજર રહ્યા.

જ્યારે મુખ્ય મહેમાન તરીકે વન વર્લ્ડ સ્કૂલ ના એમ.ડી.શ્રી વિજયભાઈ પઢેરિયા.સી.એન.ફાઈન આર્ટ કોલેજ ના આસી.લેક્ચરર. શ્રી શૈલેષભાઇ દવે,અમદાવાદ ના વરિષ્ઠ ચિત્રકાર હંસાબેન પટેલ, વરિષ્ઠ ચિત્રકાર નયનાબેન મેવાડા,અને ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ,ઇન્ડિયા રેકોર્ડ હોલ્ડર,માર્ગદર્શક તરુણ ભાઈ કોઠારી તેમજ આમંત્રિત મહેમાનો ની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો.સાનવી સંઘવી એ નાનપણ થી ચિત્રકલા ના ક્ષેત્ર માં ખુબજ રસ અને ખંત થી કામ કર્યું છે.અત્યાર સુધી ની કારકિર્દી માં ૩૦ થી પણ વધુ સ્થાનિક,રાજ્ય,રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માં ભાગ લઈ રોકડ પુરસ્કાર,ગોલ્ડ મેડલ્સ,તથા સર્ટિફિકેટ મેળવ્યા છે તેમના ચિત્રો હવે ગ્રુપ એકશિબિશન માં પણ સ્થાન પામી રહ્યા છે.

આટલી નાની વયે મેળવેલ આટલી સિદ્ધિ માટે આપણે સહુ એ સાનવી ને શુભેચ્છાઓ આપવી જોઈએ.તેમજ કલા ના ક્ષેત્ર માં તેઓ ખુબજ નામના, પ્રસિદ્ધિ મેળવે,સંઘવી પરિવાર નું ગૌરવ બને અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તેની કલા પ્રસિદ્ધ થાય ,પ્રસંશા પાત્ર બને.

TejGujarati