અમદાવાદનો એક વિદ્યાર્થી અક્ષત હેમખેમ ઘેર પહોંચ્યો હતો અને પરિવારમાં લાગણીના દર્શયો સર્જાયા હતા.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

અમદાવાદ

મણિનગરનો અક્ષત યુક્રેનથી પરત ફર્યો

યુક્રેનમાં જે યુદ્ધની પરિસ્થિતિ જોવા મળી રહી છે તયારે અમદાવાદનો એક વિદ્યાર્થી અક્ષત હેમખેમ ઘેર પહોંચ્યો હતો અને પરિવારમાં લાગણીના દર્શયો સર્જાયા હતા.

હાલ યુક્રેનમાં જે યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે તયારે ભારત સરકાર દ્વારા પણ ઓપરેશન ગંગા દ્વારા ત્યાં ફસાયેલ વિદ્યાર્થીઓને સહી સલામત પોતાના વતન ઘેર પાછું લાવવાનું ભગીરથ કાર્ય કરી રહી છે. અમદાવાદના મણિનગર પૂર્વ નો વિદ્યાર્થીઅક્ષત ગઢવી ગંગા અભિયાન હેઠળ શનિવારે સાંજે અમદાવાદ એરપોટઁ પર પરત ફરતા પરિવારને હાશકારો થયો હતો અને લાગણીના દ્રશ્યો સર્જાયા હતા.

મેડિકલના અભ્યાસ માટે ગયેલ હાઈકોટઁ મા પ્રેક્ટિસ કરતા અને એડવોકેટ એસોસિએસનના હોદ્દેદાર રહેલા એડવોકેટ પુનમબેન ગઢવીનો પુત્ર યુકેઁનના ખારકીવ શહેરના યુધ્ધ મા વિકટ સ્થિતિ મા ફસાયો હતો અને સલામત રીતે જ્યારે તે આવ્યો ત્યારે તેને અમદાવાદ ઘરમા આવકારવા માતાપિતા અને મિત્ર વર્તુળ દ્વારા ગુલાબની પાંદડીઓથી સ્વાગત કરી તેને અમદાવાદ મા સ્વાગત કયુઁ હતું. તેમજ ભારતની આન બાન શાન ગણાતા રાષ્ટ્ર ધ્વજને સાથે રાખી ને ભારત સરકાર નો આભાર પણ વ્યક્ત કયોઁ હતો.

TejGujarati