માફિયાઓ તથા કેટલાક ખાણ-ખનીજ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથ ધંધા સાથેજોડાયેલા ક રાજકિય આગેવાનો પડદા પાછળ કામ કરી રહ્યા હોવાનો સાંસદનો આક્ષેપ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

માફિયાઓ તથા કેટલાક ખાણ-ખનીજ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથ ધંધા સાથેજોડાયેલા ક રાજકિય આગેવાનો પડદા પાછળ કામ કરી રહ્યા હોવાનો સાંસદનો આક્ષેપ

આ લોકો સરકાર ઉપર દબાણ લાવી રહ્યા છે -મનસુખ વસાવા

રાજ્યના મુખ્ય મંત્રીને સાંસદ મનસુખભાઈ વસાવાએ પત્ર લખ્યો

રાજપીપલા, તા 6

વડોદરા જિલ્લાના નારેશ્વર પારોની ઘટનાને લઈને
ગુજરાતના મામલતદારો તથા તેમના રેવન્યુ કર્મચારીઓ અલગ-અલગ પ્રકારે
આંદોલન કરી રહ્યા છે. આ આંદોલન પાછળ ગુજરાત ભરના રેત માફિયાઓ તથા જમીનમાફિયાઓ તથા કેટલાક ખાણ-ખનીજ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા આ ધંધા સાથે જોડાયેલા કેટલાક રાજકિય આગેવાનો પડદા પાછળ કામ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરતો અને સાચી હકીકતથી વાકેફ કારણકે નારેશ્વરની
ઘટના પાછી આપ ને સમગ્ર ઘટના થી મેં આપને વાકેફ કર્યા છે.આપે સમય
ગુજરાતમાં ગેરકાનુની રેતી, માટી ખનન કરનારાઓની સામે કડક હાથે કામ લીધું.જેનાથી
આ રેત માફિયાઓ જમીન માફિયાઓમાં ગભરાટ ફેલાયો છે. આજે આખા ગુજરાતમાં
બેનંબરીયાઓ ના ધંધા મોટા ભાગે બંધ થઈ ગયા છે.
પરંતુ માફિયા, ભુમાફિયા અને આ ધંધા સાથે જોડાયેલ ઉચ્ચ
અધિકારીઓ સરકાર ઉપર દબાણ લાવી રહ્યા છે કે “મનસુખ વસાવા માફી માંગે”
હકિકતમાં તો નારેશ્વરની ઘટનામાં ઘટનામાં હું પ્રજા સાથે રહ્યો છું. ઘટનાના બીજા દિવસે નારેશ્વરપાસે ૫૦ થી ૬૦ ડમ્પર ભીની રેતી ભરેલા રોયલ્ટી વિનાના ઉભા હતા. પ્રજાની માંગણી હતી
કે આ બેનંબરી વાહનોનું પંચનામું કરાવવાની અને તે માટે મે ઉપસ્થિત બધાજ
અધિકારીઓને પંચનામું કરવા જણાવ્યુંહતું . પરંતુ તેમના ઉપર સ્થાનીક રાજકિય આગેવાનો
તથા ઉચ્ચ અધિકારી(ખાણ ખનીજનું દબાણ હતું અને તેનો મને ખ્યાલ આવી જતાં
પ્રજાનો આક્રોશ શાંત પાડવા મેં ઉપસ્થિત બધાજ અધિકારીઓને ગુસ્સામાં ઉંચા અવાજ થીવાત કરી હતી. અને તેનો વિડીયો પ્રજામાં છુપાયેલા સંતાયેલા રેત માફિયાના માણસોએ રેકોર્ડિંગ કરી વાયરલ કર્યોહતો . મેં ફકત મામલતદાર કે તેમના સર્કલ ઓફિસર સાથે ઉગ્ર
ભાષામાં વાત નથી કરી. મેં પ્રથમ તો આ વીસ્તાર
ના રાજકિય આગેવાનો, ખાણ ખનીજ
અધિકારીઓ,માફિયા, મામલતદાર આ બધાની મિલીભગતથી બેરોકટોક ગેરકાનુની રેતીનું ખનન થઇ રહ્યું છે. તે અધિકારીઓની બેદરકારી ના કારણે આ માછી સમાજના ત્રણયકિતઓના મૃત્યુ થયા છે, આના જવાબદાર તમે લોકો છો. તમે લોકો સરકારને બદનામ
કરો છો. તે મુજબ ભારપુર્વક હું બોલ્યો છું. પરંતું ગુજરાતના મામલતદારો આખી
ઘટનાને જાણ્યા વિના ખોટા એક તરફી વિડીયોનો આધાર લઇ રેત માફિયા, જમીન
માફિયાઓના કહેવા મુજબ મને દબાવવા “મનસુખ વસાવા માફી માર્ગે” તેવું આંદોલન કરી
રહ્યા છે, હું વર્ષોથી ગેકાનૂની રીતે નર્મદા નદીમાંથી રેતીનું ખનન થઈ રહ્યું છે,તેને
રોકવા માટે તથા મા નર્મદ ને બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છું. હું વિશ્વાસ સાથે આપ
ને જણાવું છું કે સરકારના પારદર્શક વહિવટનો હું સાચા અર્થમાં અમલ કરી રહ્યો
છું. જયારે કેટલાક સજજનો આડકતરી રીતે રેત માફિયાઓ, જમીન માફિયાઓને બયાવવા
મેદાને પડયા છે, આપ રાજયના વડા છો હું આપની પાસે ન્યાયની આશા રાખું
છું.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati