“આવો, ‘વુમનહુડ’ને ઊજવીએ” આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે, WINGS હોસ્પિટલ્સ ગ્રુપે ગુજરાતના મુખ્ય શહેરોમાં વોકેથોન 2022નું આયોજન કર્યું છે.

સમાચાર

 

મહિલાઓના વિવિધ ક્ષેત્રે યોગદાન, તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યો અને સામાજિક વિકાસ માટે તેમણે આપેલા બલિદાનોને બિરદાવવા માટે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ જ ઉજવણીના ભાગરૂપે વિંગ્સ (WINGS) હોસ્પિટલ્સ ગ્રુપે 6 માર્ચ, 2022 (રવિવાર)ના રોજ અમદાવાદ, સુરત અને રાજકોટ ખાતે ‘વિંગ્સ વોકેથોન 2022’નું આયોજન કર્યું હતું. મહિલા દિવસની ઉજવણીને પ્રોત્સાહિત કરવા અને મહિલાઓના સ્વાસ્થ્ય વિશે વધુ જાગૃતિ લાવવા માટે એક જ દિવસે અને એક જ સમયે ત્રણેય સ્થળોએ એકસાથે આ કાર્યક્રમ યોજાયો હતો. ફિટનેસ કોચ સુશ્રી સપના વ્યાસ આ કાર્યક્રમના મુખ્ય અતિથિ હતા અને તેમણે અમદાવાદથી આ મલ્ટિ-સિટી વોકેથોનનો પ્રારંભ કરાવ્યો હતો.

ભારત જેવા દેશમાં જ્યાં સ્ત્રીને શક્તિનો અવતાર માનવામાં આવે છે, ત્યાં તેઓ તેઓ પોતાનું જીવન સંપૂર્ણપણે ખૂલીને જીવવા માટે હજુ પણ સંઘર્ષ કરી રહી છે. એક પુત્રી, પત્ની, માતા અને એક દાદી તરીકે સ્ત્રી મજબૂત બંધનોના તાણાવાણા ગૂંથતી હોય છે, જે સમાજને એકસાથે જકડી રાખે છે. મધ્યયુગીન સમયથી લઈને અત્યારના આધુનિક યુગ સુધી, આપણે બધાએ સ્ત્રીઓને તેમનું સંપૂર્ણ ગૌરવ પ્રાપ્ત કરતી જોઈ છે. સ્ત્રી એ શક્તિના સંવર્ધનનું પ્રતીક છે અને તેથી જ આપણે તેને ‘પ્રકૃતિ’ કહીએ છીએ. આપણે વિવિધ વ્યવસાયોમાં, કોર્પોરેટ્સમાં અને દેશના આર્થિક વિકાસમાં સ્ત્રીઓના મજબૂત યોગદાનને જોઈ રહ્યા છીએ. તમામ મોરચે મહિલાઓ ઉદ્યોગસાહસિક, સીઇઓ (CEO), સામાજિક કાર્યકરો, પત્રકાર વગેરે તરીકે ઉત્કૃષ્ટ દેખાવ કરી રહી છે.

આવા વુમનહુડની ઉજવણીના ઉમદા હેતુ સાથે 6 માર્ચ, 2022ના રોજ અમદાવાદમાં વલ્લભસદન, સાબરમતી રિવરફ્રન્ટથી NID સુધી વિંગ્સ વોકેથોન 2022ની શરૂઆત થઈ હતી. આ વોકેથોન વહેલી સવારે 6.30 વાગે શરૂ થઈ હતી. સમાજમાં મહિલાઓના યોગદાનને બિરદાવવા માટે પુરુષો સહિત મોટી સંખ્યામાં સમર્પિત મહિલાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

આજની આ દોડધામવાળી જીંદગીમાં એ બાબત બહુ સ્વાભાવિક છે કે મહિલાઓ તેમની નોકરી અને તેમના પરિવાર પ્રત્યેની જવાબદારીઓ નિભાવવા દરમિયાન મોટાભાગે પોતાના સ્વાસ્થ્યની ઉપેક્ષા કરતી હોય છે. મહિલાઓના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃતિ લાવવા માટે ફિટનેસ કોચ અને સેલિબ્રિટી સુશ્રી સપના વ્યાસ આ અવેરનેસ વોકેથોનમાં જોડાયા હતા અને સમાજમાં મહિલાઓને સંબોધિત કરતી વખતે તેમણે મહિલા સ્વાસ્થ્ય અને સશક્તિકરણનો સંદેશ આપ્યો હતો. આ આયોજન માટે તેમણે વિંગ્સ ગ્રુપ તથા વોકેથોનમાં ભાગલેનાર તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા.

સ્વાસ્થ્ય અને ગર્ભાવસ્થાના સંદર્ભમાં, વર્તમાન જીવનશૈલી, ખોરાકની આદતો, તણાવ, મોડાં લગ્ન થવાં અને અન્ય ઘણા કારણો અને પરિબળો છે, જે માતા-પિતા બનવા સુધીની પતિ-પત્નીની સફરને તણાવપૂર્ણ બનાવી દે છે. વિંગ્સ આઇવીએફ હોસ્પિટલ્સ ગ્રુપના ક્લિનિકલ ડાયરેક્ટર ડૉ. જયેશ અમીને જણાવ્યું કે, ‘સમગ્ર વિશ્વમાં 8 મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે નિમિત્તે આજે મહિલા સશક્તિકરણ માટે વિંગ્સ વોકેથોન -2022 નું આયોજન કર્યું છે. આ ઈવેન્ટ યોજવાનો મુખ્ય હેતુ સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે. સ્ત્રીઓમાં સાક્ષરતા દર વધે અને તેઓ આર્થિક રીતે પગભર બને તે માટે વિવિધ નીતિ નિર્ધારણ કરવા માટે સરકારશ્રીને અપીલ કરી હતી.’. ડૉ. જયેશ અમીને સ્ત્રીઓને સંદેશ આપતાં કહ્યું કે, દરેક સ્ત્રીએ જીવનમાં ફિટનેસ, ન્યુટ્રેશન અને હાઈજીન આ ત્રણ મંત્રને ધ્યાનમાં રાખવા જોઈએ, જેથી તેમના જીવનમાં ઉદ્દભવતી અનેક સમસ્યાઓનું સમાધાન થઈ જશે.

‘મા બનવું એ જીવનનો સૌથી દિવ્ય અનુભવ છે. અમે વિંગ્સ આઇવીએફ હોસ્પિટલમાં અમારા 17 વર્ષના અનુભવ અને IVF દ્વારા 20,000 લાઇવ બર્થ સાથેની અમારી સૌથી અદ્યતન તકનીકો વડે વંધ્યત્વ માટેના અનન્ય ઉકેલો પ્રદાન કરીએ છીએ. અમારા આ અનુભવના કારણે અમે સગર્ભાવસ્થાના સમયને ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરતા કેર પ્રોવાઈડર્સની ઉચ્ચ શ્રેણીમાં પહોંચી ગયા છીએ. ફ્રીઝ મોર, ડે 5 ટ્રાન્સફર ફોર ઓલ, PGT, ERA, AI વગેરે જેવી અગ્રણી ટેક્નોલોજી સાથે અમે આ ઉદ્યોગમાં ઇન્ડસ્ટ્રી લીડીંગ સક્સેસ રેટ્સ સાથે અગ્રેસર છીએ. અમે એવા કેસોમાં નિષ્ણાત છીએ જેમાં ભૂતકાળમાં આઇવીએફ (IVF) પદ્ધતિમાં અનેક નિષ્ફળતાઓ મળી હોય. વિંગ્સ આઇવીએફ (WINGS IVF) ગ્રુપ સમગ્ર ભારતમાં પોતાના ઇંડાની ગર્ભાવસ્થા (ઓન એગ્સ પ્રેગનન્સી) માટેનું રેફરલ સેન્ટર છે. WINGS IVF હોસ્પિટલ ભારતમાં 8 વિવિધ સ્થાનો પર વંધ્યત્વ સંબંધિત તમામ સારવાર પૂરી પાડે છે અને વંધ્યત્વ સારવારના ક્ષેત્રમાં ક્લિનિકલ શ્રેષ્ઠતા મેળવવા માટે પોતાની પાંખો વિસ્તારી રહી છે.’

ચાલો આપણે સમાજમાં અને સમગ્ર દેશમાં દરેક સ્ત્રીને એક સુરક્ષિત અને મજબૂત રહેવાની ‘જગ્યા’ ભેટમાં આપવા માટેની શપથ લઈએ.

TejGujarati