ધોરણ 10 અને 12 પછી કરિયર કાઉન્સિલિંગનું સચોટ માર્ગદર્શન આપશે ધીરજ પૂજારા  

સમાચાર
કરિયરમાં જો કોઈ સૌથી વધુ મુંઝવતો પ્રશ્ન હોય તો એ છે કે, “ધોરણ 10 અને 12 પછી શું કરવું?” પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી તેનું પણ સમાધાન તમારા માટે આવી ગયું છે. વિદ્યાર્થીઓ અને માતા પિતાના સવાલોના જવાબ માટે ધીરજ પૂજારાનો  “કરિયર કાઉન્સિલિંગ” વિષય પરનો ફ્રી સેમિનાર 6 માર્ચના રોજ પાલડી ઠાકોરભાઈ દેસાઈ હોલ, લૉ ગાર્ડન અમદાવાદ ખાતે સવારે 10થી 2 વાગ્યે યોજવામાં આવશે. જેઓ કરીયરનું માર્ગદર્શન આપશે.
“ધીરુભાઈ અંબાણી ઈન્સ્ટિટ્યુટ”ના એલ્યુમની અને 22 વર્ષનો અનુભવ ધરાવતા આઈટી કન્સલ્ટન્ટ ધીરજ પૂજારા કે જેમના માર્ગદર્શનમાં અમદાવાદના ગવર્મેન્ટ એન્જિનિયરીંગ કોલેજમાં ભણતા કમ્પ્યુટર એન્જિનિયરીંગ યુવકે યુ.એસ. સ્થિત ફાઈવ 500 કંપનીમાં 1 કરોડ 80 લાખનું સેલેરી પેકેજ મેળવ્યું છે. જેમના માર્ગદર્શનમાં આ પ્રકારે અનેક વિદ્યાર્થીઓ દેશ વિદેશમાં ઉંચી પોસ્ટ પર જોબ કરી રહ્યા છે ત્યારે તેઓ ફરી એકવાર ધોરણ 10-12 પછી કે જેઈઈ, જીયુસેક, ડિપ્લોમા, સાયન્સ, એન્જિનિયરીંગ, બીસીએ, બીએસસી.આઈટી, એમસીએ પછી શું કરવું જોઈએ તેનું વિશેષ માર્ગદર્શન આપશે. તેમની સાથે અન્ય એક્સપર્ટ તરીકે જાણીતા એવા મિહીર મહેતા એજ્યુપ્રીન્યોર , કમલેશ સુરતી રાષ્ટ્રીય ઉદ્યોગ રતન, ચિંતન અખાણી  એમ.ટેક મિકેનિકલ તેમજ યામી ઠક્કર સિવિલ એમટેક જોડાશે. જેઓ કરિયરને લગતું નોલેજ આપશે. આ ફ્રી સેમિનારનો લાભ લોકોને મળશે.

આ અંગે ધીરજ પૂજારા એ વાત કરતા જણાવ્યું હતું કે, “આજના યુગમાં જે લોકો અપડેટ નહીં થાય કોડિંગ નહીં શકે તેને જાણશે નહીં તો જેમ આ ધરતી પર ડાયનાસોર ના ટકી શક્ય એમ એ લોકો પણ નહીં ટકી શકે, ટેકનોલોજીને ડીપથી જાણવી જરૂરી છે. ઘણી બધી ઓર્ગનાઈઝેશનના કેટલાક સમયથી સાઇટ અને ડેટા હેક થઈ રહ્યા છે. જો આપણા દરેક કુટુંબમાં એક સિક્યોરીટી કોડર નહીં હોય તો કદાચ આપણે આ સિસ્ટમને ઉપયોગ કરી શકીશું પરંતુ તેને બચાવવી નહીં શકીએ. દરેક કુટુંબમાં એક ડોક્ટર હોય એવું લોકો વિચારતા હોય છે ત્યારે એવી જ રીતે એક કોડર હોવો જોઈએ આ ફ્યુચર વિઝન છે નહીંતર ચાઇના જેવી કન્ટ્રી આપણને રૂલ કરી શકે છે.”

TejGujarati