જામનગરમાં ભવ્ય શિવ શોભાયાત્રા. બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કરાવ્યું પ્રસ્થાન.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

જામનગરમાં ભવ્ય શિવ શોભાયાત્રા. બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કરાવ્યું પ્રસ્થાન.

જામનગર: હિન્દૂ ઉત્સવ સમિતિ તથા મહાદેવ હર મિત્રમંડળ દ્વારા જામનગરમાં પ્રતિવર્ષ નાગેશ્વર ખાતે આવેલ સિદ્ધનાથ મહાદેવ મંદિર થી ભીડભંજન મંદિર સુધી ભવ્ય શિવ-શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે.

આ તબ્બકે શિવરાત્રીના દિવસે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ માનનીય સી.આર.પાટીલ દ્વારા જામનગર સિદ્ધનાથ મંદિર ખાતેથી શિવજીની પાલખીનું પ્રસ્થાન કરવામાં આવેલ. માનનીય અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ સિદ્ધનાથ મંદિર થી હજીરા સુધી શિવ-શોભા યાત્રામાં જોડાયેલ. ઠેર ઠેર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ, શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, મહામંત્રી પ્રકાશ બામભણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, સાંસદ પૂનમબેન માડમ, પૂર્વમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પ્રમુખ રમેશભાઈ મૂંગરા, મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ભાઈ ચનીયારા, મેયર બીનાબેન કોઠારી, સ્ટે. કમિટી ચેરમેન મનીષ કટારીયા, દંડક કેતન ગોશરાણી, ડે મેયર તપન પરમાર, સાશકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા, મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકર સહીત શહેર સંગઠનના હોદેદારો, વિવિધ મોરચાના હોદેદારો – પદાધિકારીઓ, કોર્પોરેટરો, શિક્ષણસમિતિના સભ્યો, વોર્ડ સમિતિના પદાધિકારીઓ સહીત વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

TejGujarati