“ભાંગયા ના ભેરૂ” ધોરાજી ના વિવેકાનંદ પરિવાર દિવ્યાંગ ની મદદે આવ્યુ. -રિપોર્ટર : રશ્મિન ગાંધી અને મીત ગાંધી ધોરાજી.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

ધોરાજી ના “ભાંગ્યા ના ભેરૂ” તરીકે ઓળખાતા રાજુભાઈ એરડા અને તેમની દુકાન વિવેકાનંદ બુક સ્ટોર આમ તો સીનીયર સીટીઝન લોકોની બેઠક અને સમાજસેવા નુ પરબ હોય તેવુ જ લાગે છે. ગરીબ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે તો સંકટ સમય ની સાંકળ છે. હાલ માં જ વોકળા કાઠે વસતા કિશનગીરી વિઠલગીરી ગોસ્વામી કે જે મંદબુદધી ના દિવ્યાંગ છે. તેમને તેમના ઘર ના દવાદારૂ માટે બહાર ગામ લઈ જવા હોય તો મોંઘા મુસાફરી ભાડા થી થાકયા હતા.કોઈ ઉપાય ન હતો. કરજ કરી ને પણ જવુ પડે તેવી સ્થિતી વચ્ચે કોઈ એ આશા ના કિરણ સમાન રાજુભાઈ એરડા નુ નામ સૂચવી મૂલાકાત કરાવી બસ પછી પૂછવુ જ શુ ? રાજુભાઈ એરડા એ બીડુ ઝડપી લઈ તેમના વિવેકાનંદ પરિવાર ના સાથીદારો સાથે મળી પહેલા વહેલા નિયમો પ્રમાણે તેનુ વિકલાંગતા સર્ટિફિકેટ કઢાવયુ ત્યારબાદ મુસાફરી ના મોંઘા ખર્ચ થી બચવા એસ ટી પાસ એક સાથી સભ્ય ના લાભ સાથે કઢાવી આપ્યો. હાલ માં એસ ટી બસ નો પાસ આવતા તેના ગરીબ પરિવાર ના ચેહરા ઉપર જે ઉજાસ ફેલાયો અને રાજુભાઈ એરડા તેમજ વિવેકાનંદ પરિવાર ને અંતર ની દુઆ આશીષ પાઠવ્યા. આ તકે વિવેકાનંદ પરિવાર ના રાજુભાઈ એરડા, ભાનુભાઈ ઠાકર સાહેબ, પ્રકાશ ભાઈ કામદાર, કનુભાઈ દવે, રઝાકશાહબાપુ શાહમદાર, વિપુલ એરડા, શિંગાળા સાહેબ વિગેરે યશ ના ભાગીદાર હોય તેમને દુઆ આશીષ પાઠવ્યા હતા.

TejGujarati