ધોરાજી માનવ સેવા યુવક મંડળને ૨૬ મું ચક્ષુદાન મળ્યું. – રિપોર્ટર રશ્મિન ગાંધી અને મીત ગાંધી. ધોરાજી.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

ધોરાજી ના રાઠોડ દયાબેનનું અવસાન થતા તેમના પરિવારજનોએ ચક્ષુદાન કર્યુ.

ધોરાજીના દયાબેન અમૃતભાઇ રાઠોડનું અવસાન થતા અને તેમના ચક્ષુદાન અંગે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકીને જાણ કરાતા સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો . જયેશ વેરોટીયન ડો . પાર્થ મેધનાથી , ડો . ગૌરવ હાપલીયા સહીતની ટીમ દ્વારા ચક્ષુદાન ની પ્રક્રિયા હાથ ધરેલ હતી.આ તકે અમૃતભાઇ રાઠોડ , બધાભાઇ રાઠોડ , કીરીટભાઇ મકવાણા , સુનીલભાઇ રાઠોડ , ગણેશભાઇ રાઠોડ , હેમતભાઇ રાઠોડ , રવીભાઇ રાઠોડ , ગૌતભાઇ રાઠોડ અને સિધ્ધાર્થભાઇ રાઠોડ સહીતના હાજર રહેલ હતા.આને માનવ સેવા યુવક મંડળ દ્વારા ચક્ષુઓને રાજકોટ જી.ટી. શેઠ હોસ્પિટલ ખાતે મોક્લી અપાયા હતા .

TejGujarati