“દેવાધિદેવ મહાદેવ”- ડો. દક્ષા જોશી.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

નમસ્તે મિત્રો,

મહા શિવરાત્રિ ની આપ સહુ ને હાર્દિક શુભેચ્છાઓ???

“દેવાધિદેવ મહાદેવ”

ન આદિ, ન અંત,

કાળ નો પ્રતિક, તું ભગવંત!

અતિ ભોળો જગ માં,

ભાવે ભીંજાતો ભગવંત!

ગળા માં શેષ , ભાલે ચંદ્રમા,

ને જટાબદ્ધ રે કેશ !

ન માયા વળગણ લેશ,

જીવ સૌ તુજ નો અંશ!

સાથે ભૂતડા નો છે સંગ,

જટા માં વહેતી રે ગંગ!

અંગે ભૂંસે ભભૂત,

અકળ વૈરાગી, ને અડભંગ!

તારૂં સ્થાન છે કૈલાસ,

હર જીવો માં તારો વાસ!

કાળ નો તું મહાકાળ,

પાપ નો કરતો તું વિનાશ!

દેવ દાનવો ભજતાં તુજને,

હર યુગ માં સદૈવ!

મહિમા તારો ગાતાં ગંધર્વ,

દેવો માં દેવ તું મહાદેવ!!

– ડો. દક્ષા જોશી.

TejGujarati