ફેસબુક પણ ઘણી વાર એવી અવિસ્મરણીય સ્મૃતિઓ તાજી કરાવે જે માનસપટ પર કાયમ માટે થીજી ગયેલી હોય. આવી થીજી ગયેલી યાદોમાં ક્યારેક ઓગળવાનું મન થઇ આવે ?- વૈભવી જોશી ‘ઝીલ’

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

ફેસબુક પણ ઘણી વાર એવી અવિસ્મરણીય સ્મૃતિઓ તાજી કરાવે જે માનસપટ પર કાયમ માટે થીજી ગયેલી હોય. આવી થીજી ગયેલી યાદોમાં ક્યારેક ઓગળવાનું મન થઇ આવે ?

પાનખરની પરોઢે ઊગતાં શમણાં જોઉં,

તો થીજી ગયેલી યાદો ખરતી લાગે.

ઝાંઝવાં પાછળ ભટકતાં ચરણ જોઉં,

તો રેતની જેમ યાદો સરકતી લાગે.

ગુલાબી ઠંડીમાં ઝાકળની ભીનાશ જોઉં,

તો બરફની જેમ યાદો પીગળતી લાગે.

નિતરતી ચાંદનીમાં રાત ઓગળતી જોઉં,

તો હેલીની જેમ યાદો વરસતી લાગે.

ભીંજાયેલી યાદોનું મધમીઠું ઉપવન જોઉં,

તો રાતરાણીની જેમ ‘ઝીલ’ મહેંકતી લાગે..!!

– વૈભવી જોશી ‘ઝીલ’

TejGujarati