ગાંધીનગર કલેક્ટર કચેરીના કર્મીએ એક લાખ માંગ્યા અને એસીબીમાં ઝડપાયા

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ગાંધીનગર કલેક્ટર કચેરીના કર્મીએ એક લાખ માંગ્યા અને એસીબીમાં ઝડપાયા

ગાંધીનગર: સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર એટલી હદે વકરેલો છે કે વાત ન પૂછો. પૈસા કમાવવાની લાયમાં કર્મીઓ એક પળ પણ મુકતા નથી તેવા જ એક ભ્રષ્ટચારી કર્મીનો કિસ્સો સામે આવ્યો છે.

ગાંધીનગરની કલેક્ટર કચેરીમાં કાર્યરત
અતુલ કુમાર કનૈયાલાલ વ્યાસ, હોદ્દો- સિનિયર સર્વે હેડકવાટર આસિસ્ટન્ટ (શિરસ્તેદાર) વર્ગ-3, જિલ્લા જમીન દફતર ની કચેરી એક લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયો છે.

મળેલ માહિતી મુજબ ટીમ ગાંધીનગર એસીબીને ખાનગી રાહે એવી હકીકત જાણવા મળી હતી કે, જિલ્લા જમીન દફતરની કચેરી, કલેકટર કચેરી બિલ્ડીંગ, ગાંધીનગર ખાતે રી-સર્વે રેકર્ડ પ્રમોગલેશન અન્વયે આવેલ અરજીઓમાં ક્ષતિઓ સુધારવા અંગેની કામગીરી કરવા સુધારો કરી ઝડપી નિકાલ કરવા અધિકારી અને કર્મચારીઓ દ્વારા અરજદારોની આવેલ રી-સર્વે ની અરજીઓમાં ક્ષતિઓ સુધારી ઝડપી નિકાલ કરવાના અવેજ પેટે રૂ.50,000/- થી રૂ.1,00,000/- સુધીની સુધીની લાંચની માંગણી કરી સ્વીકારતા હોય છે. જે મળેલ હકીકતની સત્યતા તપાસવા માટે રી-સર્વે કામની અરજી આપેલ અરજદારનો સંપર્ક કરી ડિકોયર તરીકે સાથ સહકાર મેળવી, ડિકોયરની રી-સર્વેના કામની અરજીમાં ક્ષતિઓનો સુધારો કરી ઝડપી નિકાલ કરવા જિલ્લા જમીન દફતરની કચેરીના આરોપીનો ડિકોયરએ સંપર્ક કરતા આરોપીએ ડિકોયર પાસે રૂ.૧,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ડિકોયર આપવા માંગતા ના હોય, છટકા દરમિયાન ડિકોયર સાથે આરોપીએ હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ રૂ.૧,૦૦,૦૦૦/- સ્વીકારતા એએબીના હાથે પકડાઈ ગયો હતો. આરોપીને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આ ટ્રેપને સફળ રીતે પુરી કરનાર સુપર વિઝન અધિકારી એ.કે.પરમાર, મદદનીશ નિયામક, ગાંધીનગર એસીબી એકમના માર્ગદર્શનમાં અધિકારીઓ એસ.ડી. ચૌધરી, ગાંધીનગર એસીબી પો.સ્ટે., તથા ગાંધીનગર એસીબી પો.સ્ટે. ટીમ દ્વારા સફળ બનાવવામાં આવી હતી અને એક ભ્રષ્ટ કર્મીના ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો.

TejGujarati