સાગબારા તાલુકાના પાટ ગામમાંથી બોગસ ડોક્ટરને ઝડપી પાડતીએલ.સી.બી નર્મદા પોલીસ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

નર્મદામાંથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો

સાગબારા તાલુકાના પાટ ગામમાંથી બોગસ ડોક્ટરને ઝડપી પાડતી
એલ.સી.બી નર્મદા પોલીસ

રાજપીપલા, તા 24
નર્મદા જિલ્લામાંથી અનેક બોગસ ડોક્ટર ઝડપાયા બાદ એક ને તો પાસા હેઠળ જેલમાં ધકેલ્યા છતાં હમ નહીં સુધરેંગે ની ચલતા બોગસ ડોકટરો પોતાનો ગેરકાયદે ધંધો છોડતાં નથી. અને ગરીબ ભોળા દર્દીઓ ના આરોગ્ય સાથે ચેડાં કરતા હોઈ વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો છે.
સાગબારા તાલુકાના પાટ ગામમાંથી બોગસ ડોક્ટરને ઝડપી પાડતી
એલ.સી.બી નર્મદા પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ અધિક્ષક, નર્મદાના
હિમકર સિંહના
માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લામાં કોવીડ-
૧૯ મહામારીના કપરા સમય દરમ્યાન બોગસ
સર્ટીના આધારે તબીબી સારવાર કરતા ડોક્ટરોને
ઝડપી પાડવાની સુચના મળતાં તે
અનુસંધાને એ.એમ.પટેલ, પોલીસઇન્સ્પેક્ટર એલ.સી.બી.નર્મદાએ
એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોને જીલ્લામાં આવી પ્રવૃતિથી સંકળાયેલ બોગસ ડીગ્રી ધરાવતાઇસમોની વોચ રાખી કાયદેસરની કાર્યવાહીશરૂ કરતાસ્ટાફને બાતમી મળેલ કે સાગરાબા પો.સ્ટે. વિસ્તારના પાટ ગામે એક ઇસમ દવાખાનું ચલાવે છે જેબાતમી આધારે પી.એચ.સી નાના કાકડીઆંબા ખાતેથી મેડીકલ ઓફીસર ડો. પરિમલપ્રવિણભાઇ પટેલને સાથે રાખી સાગબારા પો.સ્ટે.ના પાટ ગામે ખાતે એક ઇસમ તબીબી ડીગ્રી
અને લાયકાતના સર્ટી વગર દવાખાનું ખોલી તબીબી પ્રેક્ટીસ કરતા હોવાની જણાયેલ. જે દવાખાના
ઉપર રેડ કરતા પ્રવિણભાઇ રધુનાથ પટેલ (રહે. પાટ નિશાળ ફળીયુ તા.સાગબારા જી.નર્મદા. મુળ
રહે.શાહદા તા.શાહદા જી.નંદુરબાર ) દવાખાનું ચલાવતો હોવાનું જણાઇ આવેલ. આ બોગસ ડોક્ટર ડોક્ટર મેડીકલ ડીગ્રી કે સર્ટી અંગે પુછપરછ કરતાં આવા કોઇ સર્ટી નહી હોવાનું જણાવતા એલોપેથીક ટેબલેટો
તથા પોઇન્ટ ચઢાવવાના બોટલો, સીરીંજાનીડલો), એલોપેથીક મેડીકલ પ્રેક્ટીસ કરવા અંગેની સાધન
સામગ્રી સહિત કુલ્લે કિ. રૂ.૧,૭૩,૪૬૫/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આ બોગસ ડોક્ટર વિરૂધ્ધ
ઇ.પી.કો. ક્લમ ૩૩૬ તથા ડ્રગ્સ એન્ડ કોમેટીક એક્ટ ૧૯૪૦ની કલમ ૨૭(બી) તથા ધીગુજરાત મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ- ૧૯૬૩ ની કલમ ૩૦ તથા ૩૫ મુજબ સાગબારા પો.સ્ટે.માં ગુનોનોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપલા

TejGujarati