અમદાવાદમાં રેલવે કોલોનીઓમાં રેલવે કોન્ટ્રાકટર દ્વારા ગેરકાયદેસર ચણી દેવામાં આવી દીવાલ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

અમદાવાદ

અમદાવાદમાં રેલવે કોલોનીઓમાં રેલવે કોન્ટ્રાકટર દ્વારા ગેરકાયદેસર ચણી દેવામાં આવી દીવાલ.

અમદાવાદ ના મણિનગર રેલવે કોલોનીઓમા રેલવે કોન્ટાકટર એ ગેરકાયદેસર RCC ની દિવાલો ચણી લેતા થયો મોટો વિવાદ જોવા મળ્યો છે.

અમદાવાદના ખોખરા વોર્ડમા આવતી જુદી જુદી રેલવે કોલોની ઓમા એએમસીના રસ્તાઓ અને AMTS બસ સ્ટેન્ડ અને AEC ટોરેન્ટના સ્ટીઁટ લાઈટોના થાંભલાઓ પણ અંદર લઈ ને RCC ની દિવાલો ચણી લીધી

એએમસી ના જાહેર આંતરિક માગઁ પર ગેરકાયદેસર રીતે માજિઁનની જગ્યાઓ છોડ્યા વગર રેલવે એ તેની કોલોનીઓને કવર કરવા RCC ની દિવાલો ચણાઈ રહી હોવાની વિગતો સ્થાનિક કોરપોરેટર કમલેશ પટેલ ને થતા તેઓ એ તાકીદે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંબંધિત મ્યુનિસિપલ આસિટન્ટ કમિશ્રર પરેશભાઈ શાહ,એસ્ટેટ ઓફિસર જય ધધુંકિયા આસિટન્ટ TDO નરેન્દ્ર ગમારા,એડીશનલ CITY એન્જીનયર માછી, વોડઁના એસ્ટેટ ઈન્સપેકટર મુકેશ પટેલ, AE પલકભાઈ ને બોલાવવા ની સાથે શહેર પોલિસ કંટૌલ ને આ અંગે ની સત્તાવાર જાણ કરી હતી

સ્થળ પર આવેલ એએમસી ના અધિકારીઓએ રેલવે ના સંબંધિત અધિકારી ઓને બોલાવી જયા જયા રેલવે એ RCC ની દિવાલો બનાવી છે ત્યાં એસ્ટેટ વિભાગ ની સુચના મુજબ સવેઁયર પાસે માકિઁગ કરાવી ને હવે પછી RCC ની દિવાલ બનાવવનું કામ આગળ વધારવા નું રહેશે તેવું જણાવ્યું હતું.

જોકે સ્થાનિક જનપતિનિધિ ની સમયસુચકતા અને જાગૃતતા ના કારણે રેલવે એ હાલ પુરતુ RCC ની દિવાલો બનાવવા નું કામ સ્થગિત રાખી ને Amc પાસે થી નકશા ઓ મેળવી સવેઁયર ની સલાહ લઈ રેલવે ના નકશા ઓ સાથે રાખી ને જ રેલવે એ પોતાની જગ્યા ઓમા જ બાંધકામ કરવાની અમદાવાદ મ્યુનિસીપલના અધિકારીઓને બાંયધરી આપવી પડી છે.

TejGujarati