કવિ દુલા ભાયા કાગની 45મી પુણ્યતિથિએ ‘સરવાણી’કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી,ગાંધીનગરના સહયોગથી,આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઓમ કોમ્યુનિકેશન દ્વારા તા.22 ફેબ્રુઆરી,મંગળવારના રોજ,સાંજે 5-30 કલાકે,રા વિ.પાઠક સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે,કવિ દુલા ભાયા કાગની 45મી પુણ્યતિથિએ ‘સરવાણી’કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.દુલા ભાયા કાગના જીવન-કવન વિશે જાણીતા લોકસાહિત્યકાર અને નિવૃત આઈ.એ.એસ શ્રી વસંત ગઢવીe મનનીય વક્તવ્ય આપ્યું.અને દુલા ભાયા કાગની રચનાઓની ગેય પ્રસ્તુતિ જાણીતા કવિ અને પાર્શ્વગાયક શ્રી અરવિંદ બારોટે કરી.આ પ્રસંગે સંગીત નાટક અકાદમીના સભ્યસચિવ શ્રી પી જી.પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.તેમજ સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ તથા સંગીતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક’શ્વેત’એ કર્યું હતું.આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.

—————-

શ્રી વસંત ગઢવી :

કવિ દુલા ભાયા કાગને આજે 45મી પુણ્યતિથિ પર યાદ કરીએ છીએ તે તેમની રચનાઓને એક અંજલિ જ છે. જે સમાજ પોતાના કવિઓ, વિભૂતિઓને યાદ કરે તે એક સ્વસ્થ સમાજની નિશાની છે.

– મેઘાણીજીએ તેમનું વર્ણન કર્યું છે જે સફેદ ધોતી, ઝભ્ભા અને પાઘડી સાથે લાંબી કાળી દાઢી, પ્રશાંત આંખો અને અજાનબાહુ હતા. તે બોલે ત્યારે મંદિરમાં ઘંટારવ થતો હોય તેવું લાગતું.

– સર્જકો પુરા પ્રદેશની ઓળખ અને અવાજ બનતા હોય છે.

– કવિ કાગે નૂતન સમયને પારખીને કોઈ રાજદરબારમાં જવા કરતા લોકદરબારમાં જવું પસંદ કર્યું હતું.

– શાસ્ત્રોની અઘરી વાણી સંતોએ જ લોકો સુધી પહોંચાડી છે.

– ‘કોઈઆંગણિયા પૂછી આવે તો આવકારો મીઠો આપજો’ જેવી સીધી લાગતી વાતમાં પણ કેટલું ચિંતન રહેલું છે. કદાચ આજનો સમાજ આ ભાવથી દૂર થઈ ગયો છે.

– તેમણે ગાંધીજી, વિનોબાજી અને રવિશંકર મહારાજ વિશે અદભુત ગીતો લખ્યા છે.

TejGujarati