આવો આજે ફરી જઈએ કચ્છના એક અલૌકિક સ્થળની યાત્રા કરવા ….
એ યાત્રા સ્થળ એટલે ….. શિવલિંગ ની નદી …. તમે પૂછશો કે શિવલિંગની તેં કાંઈ નદી હોતી હશે ?
હા … નર્મદા નદીમાં ના પથ્થર માટે એવું કહેવાયું છે જરૂર … કે કંકર એટલા શંકર …. !!
પણ એ બધા તો ખડકો ને ચીરી ની નીકળતી રેવાના પાણી અને પવનના પથ્થરો ને લાગેલા ઘસારાથી સર્જાયેલા શિવલિંગ ….
પણ આજે તમને કચ્છની એક એવી નદી ના દ્રશ્યો બતાવું જ્યાં લાવાના એકદમ વર્તુળાકાર બબલ ( પરપોટા) ઠરીને ખડકો સાથે ચોંટી ગયા હોય અને લિંગ આકાર સર્જાયા હોય …. નદી ના પટમાં ફરતા એવું જ લાગે છે કે જાણે આ ખડકાળ નદી માં ગોળાકાર શિવલિંગ ચારે બાજુ ખડકો માં કોઈ કુશળ કારીગરે જેમ વીંટી કે હાર માં નંગ જડીએ એમ જડી દીધા છે …. અને કંઈ સો બસો કે પાંચસો નહીં … પણ હજારો શિવલિંગ કોઈ કોઈ જગ્યા એ એમ લાગે કે હવે પગ ક્યાં મુકવો ??
જ્યાં જુઓ ત્યાં બસ આમ શિવલિંગ આકાર ના પથ્થરો, ચોક્કસ ઠરેલ લાવાના પરપોટા જ હશે … પણ એ સંશોધકો નો વિષય આપણો વિષય તો બસ પરમ તત્વ ની કુદરતી આ લીલા ને કારીગરી ને માણવી .. મોજ લેવી….
તો લો તમે આ ચિત્રો દ્વારા માણો કુદરતની લીલા ….
અજબ હૈ તેરી માયા , ભેદ કોઈ સમજ ન પાયા સબસે બડા હૈ તેરા નામ ….
ભોલેનાથ … ભોલેનાથ … ભૂતનાથ …
હા એ સ્થળ પણ હાલ માં જ અમારા ભુજના થોડા શ્રદ્ધાવાન યુવાનો એ એક શિવલિંગ આકાર ની આસપાસ નાનકડા મંદિર નું નિર્માણ કર્યું છે અને નામ આપ્યું છે …. ભૂતનાથ મહાદેવ …
પણ એમ સરનામું નહિં આપું …
કારણ કે અમો નથી ઇચ્છતા કે એ સ્થળની નૈસર્ગીકતા નષ્ટ થાય ….
હા ખરી ખાંખત વાળું કોઈ મળશે તો જરૂર એમને સ્થળ બતાવવા અમો લઈ જઈશું સાથે જઈશું ….
બાકી જો વધુ લોકો ત્યાં પહોંચશે તેમ એ સ્થળની સુંદરતા બગડતી જશે ….