માતૃભાષા દિવસે એક હાસ્યલેખ નવી જનરેશનના સેમ્પલની સ્પીચનું સેમ્પલ… *- રઈશ મણિયાર* ?

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

?????

“વિશ્વ માતૃભાષા દિવસ” નિમિતે વિશ્વભરમાં વસતા સૌ ગુજરાતી ભાઈ-બહેનોને જય જય ગરવી ગુજરાત. ગુજરાતી માતૃભાષાની રચના અને પ્રગતિમાં અમૂલ્ય યોગદાન આપનારા સહુ મહાપુરુષોનું અભિવાદન કરું છું. આપણે સહુ ગુજરાતી ભાષાના જતન અને સંરક્ષણ માટે સંકલ્પબદ્ધ બનીએ…

?????

ગામડા માં એક શહેરી મહેમાન આવ્યા.

સવારે ગામડાના યજમાને પૂછ્યું..

કે *ખંખોળીયું* ખાશો?

શહેર વાળા મહેમાન કહે, કે

હા, લાવો… થોડું થોડું ચાખી લઈએ..

પછી

બપોરે જમવા બેઠા..

દેશી બેઠક હતી.

પીરસતા પીરસતા યજમાને મહેમાન ને પૂછ્યું

*ઢીંચડિયું* આપું?

મહેમાને કીધું ભાવશે તો લઈશ હમણાં અડધું આપો.

??

ધીમેધીમે વિશ્વ એકાકાર થઇ રહ્યું છે. એક વિશ્વ, એક ભાષા, એક સંસ્કૃતિ તરફ આપણે ગતિ કરી રહ્યાં છીએ. વિશ્વમાંથી દર વર્ષે 15 જેટલી ભાષા નાશ પામે છે. લાગે છે કે બસો-ચારસો વર્ષ પછી વિશ્વમાં એક જ ભાષા બોલાતી હશે.

આજકાલની યંગ જનરેશનના અમુક સેમ્પલો કેવું ગુજરાતી (અને કેવું ઈંગ્લિશ પણ) બોલે છે એનું એક સેમ્પલ પ્રસ્તુત છે.

“યુ સી ગુજરાતી લેંગવેજમાં થોટ્સ એક્સપ્રેસ કરવાનું થોડું ઑડ લાગે છે. બીકોઝ કે ધ હોલ એજ્યુકેશન આઇ ટૂક, એ બધું, એક્ચુઅલી, આઇ મીન , ઇંગ્લીશમાં હતું. યુ નો, ધેર ઇસ અ સિક્રેટ અબાઉટ હું કેવી રીતના બોલું છું. એક્ચુલી વ્હેન આઇ સ્ટાર્ટ સ્પીકિંગ અ સેંટેંન્સ ઇન ઈંગ્લીશ, હાફ વે વોટ હેપંસ, યુ નો..મારે બાકીનું વાક્ય ગુજરાતીમાં પૂરું કરવું પડે છે. આવું ઇંગ્લીશ બોલવા કરતાં તો ગુજરાતી બોલવું ઇઝ મચ મચ બેટર, એમ વિચારી ગુજરાતી બોલવા જાંઉ છું. તો આઇ ડોંટ ફાઇંડ પ્રોપર…શું કહેવાય? ગુજરાતી વર્ડ્સો ના મળે યાર..! સો આઇ મિક્ષ અપ. સમટાઇમ્સ કોઇ પર્ટીક્યુલર વસ્તુ માટે મને ગુજરાતી વર્ડ ખબર નથી હોતો અને એટ ધ સેઇમ ટાઇમ એને ઈંગ્લીશમાં શું કહેવાય તે પણ યાદ આવતું નથી. મેની ટાઇમ્સ મારી બોથ ધ લેંગવેજની વોકેબ્યુલરી મને દગો આપે ત્યારે મારા હેંડસ અને મારા શોલ્ડર્સ મારી મદદે આવે. મોસ્ટ ઓફ ધ ટાઇમ આઇ એંડ અપ ટોકીંગ વિથ માય હેંડસ. યૂ સી..પીપલ અંડરસ્ટેંડ..નાવ ઇમેજીન કે હું ઠૂંઠો હતે તો મારું શું થતે? કોઇવાર સોચવા જાંઉં ને તો.. પેલું શું કહેવાય?… બહુ ….શરમ..ના..ના.. એનાથી બેટર વર્ડ છે…હં ક્ષોભ…જો કેવું યાદ આવી ગયું? હવે એ ના પૂછશો કે ઇંગ્લીશમાં એને શું કહેવાય. કોઇ પૂછે ને ના આવડે તો બહુ એમ્બેરેસીંગ લાગે.

ગોટપીટ કરીને આપણા ગુજરાતીઓને તો બનાવી જવાય, પણ યુ સી, નવરાત્રામાં મારી ફોરેનર ફ્રેંડ આવી’તી.

મેં કહ્યું, “ધીસ ઇઝ અવર નાઇન નાઇટ્સ.”.

ગરબો ચાલતો’તો. મેં કહ્યુ, “ધિસ ઇઝ અવર રોટેટીંગ ડાંસ.”

‘તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે મને ગમતું રે

આ તો કહુ છું રે પાતળિયા તને અમથું’

મારી ફ્રેંડ મને પૂછે, “વોટ ડુ ધીઝ લાઇંસ મીન?”

આઇ સેઇડ, “વી જસ્ટ સીંગ ઇટ. વી હેવ સ્ટોપ્ડ ઇંટરપ્રીટીંગ ધેમ સિંસ માય ગ્રાંડમાઝ ટાઇમ”

આઇ મીન, યુ સી! તમે એમ ને એમ ગરબાનો મતલબ કેવી રીતના એક્સ્પ્લેન કરી શકો? યુ નો પહેલાં તો ગુજરાતી આવડવું જોઇએ. પછી અંગ્રેજી આવડવું જોઇએ. આ ફોરેનરો પણ છે ને મોટી લપ હોય છે. આપણે ગુજરાતીઓ ફોરેન જઈએ તો કોઇને કશું પૂછીએ છીએ? ચુપચાપ એફીલ ટાવર સાથે ફોટો પડાવીને આવતાં રહીએ છીએ ને?

ઇટસ ક્રેઝી, મારી ફોરેનર ફ્રેંડ કે’ કે મારે થોડા ગુજરાતી વર્ડ્સ શીખવા છે. મને થયું કે મને તો આવો વિચાર આવ્યો જ નંઇ. તમે જ કો’ હવે ગુજરાતીમાં એને હું શું શીખવું? ગુજરાતીમાં ખાલી ગાળો પાક્કી આવડે છે. બૂલશીટ. અંગ્રેજીમાં તો એય ના આવડે. અંગ્રેજીમાં રિક્વેસ્ટથી થોડી વાત કરી શકું, બાકી ઝઘડો તો ગુજરાતીમાં જ ફાવે. એમાંય જો કે પાક્કા સુરતીની સામે તો કાચો જ પડું.

મારા દાદી મારા માટે કે’ છે, ‘બાવાના બેય બગડ્યા’..નાવ ડોંટ આસ્ક મી વોટ ઇટ મીંસ. સમટાઇમ્સ શી સેઇઝ ‘ધોબીનો કૂતરો ન ઘરનો ન ઘાટનો’. નાઉ, આઇ અંડરસ્ટેંડ કૂતરો એંડ ઘર, બટ આઇ ડોંટ અંડરસ્ટેંડ ધોબી એંડ ઘાટ. ઇટ સીમ્સ ફની એંડ સાર્કાસ્ટીક. આઇ ટોલ્ડ દાદીમા ટુ એક્સપ્લેઇન. શી સેઇડ ‘પાકા ઘડે કાંઠા ન ચડે’.. આઇ ડોંટ અંડરસ્ટેંડ ઇવન ધીસ શીટ. શી સેઇડ ‘ભેંસ આગળ ભાગવત’. આમાં ભેંસ ક્યાંથી આવી?..બૂલશીટ..ધીસ સ્ટુપીડ લેંગવેજીસ..ધ હોલ બંચ ઓફ શીટ ….એની માને પયણે..”

આ વાંચી ઘણાં નમૂના યાદ આવી ગયા હશે નહીં?

જો કે.. એમની જનરેશન આવી છે, એમાં વાંક આપણો છે, હોં!

એક મુક્તક સાથે પૂરું કરીએ

ગુર્જરી તુજથી જીવનરસ જોઈએ

આવ મારા લોહીમાં વસ! જોઈએ

ધનને માટે એક વંશજ કાફી છે

ભાષા માટે લાખ વારસ જોઈએ.

(આમ તો હાસ્યલેખ જ હતો, પણ વાંચીને હસવું કે રડવું એ તમે નક્કી કરો.)

(નોંધ – આમાં અંગ્રેજી કે ઈવન અંગ્રેજી માધ્યમનો કોઈ વિરોધ નથી. ફરિયાદ આપણા જીવનમાંથી ગુજરાતીને જાકારો અપાઈ રહ્યો છે, માત્ર એની છે. થોડા જાગૃત રહેવાથી અંગ્રેજી મિડિયમમાં ભણતાં સંતાનોને પણ ગુજરાતીનો વારસો આપી શકાય. કૂવામાં હોય તો હવાડામાં આવે જ)

? *- રઈશ મનીઆર*

Feel free to share…

????????

આપ સહુને *”વિશ્વ માતૃભાષા દિવસ”* નિમિતે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.

TejGujarati