મારી ભાષા એજ મારી ઓળખાણ….- બીના પટેલ.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

પ્રકાશિત કરે આખા વિશ્વને તેના અદભુત વૈભવથી ,

એજ મારી ભાષા,

અર્થ અને શબ્દના જ્ઞાનયજ્ઞનાં તેજથી સૌને દે અંજાવી ,

એજ મારી ભાષા ,

જ્યાં રેવા અને સમુંદર સાથ આપે નિરંતર જળશક્તિથી ,

મારી એજ ભાષા ,

સૂર્યદેવ સત્યનો ઉજાસ આપી વિકસિત કરે હરઘડી ,

એજ મારી ભાષા,

સત્વસભર ગુર્જરીની શુભદ્રષ્ટિ આખી સૃષ્ટિમાં સમાણી ,

એજ મારી ભાષા,

તું જ શક્તિદાયિની તું જ મુક્તિદાયિની છે અમારી ,

“ગુજરાતી”એજ મારી ભાષા …

“ગુજરાતી” એજ મારી ઓળખાણ ..

બીના પટેલ

TejGujarati