ડેડીયાપાડાના પીપલોદ વનવિભાગની સીમા વિસ્તારમાં આવેલા ધામણમાલ જંગલના ભાગમાં આ રીંછ હોવાના પુરાવા મળ્યા
રાજપીપલા, તા20
નર્મદામાં આવેલા શુલપાણેશ્વરના અભ્યારણમાં વન્યજીવન પ્રાણી રીંછ હોવાના પુરાવા સામે આવ્યા છે.
શુલપાણેશ્વર વન્યજીવન અભ્યારણમાં આવેલા ડેડીયાપાડાના પીપલોદ વનવિભાગની સીમા વિસ્તારમાં આવેલાધામણમાલ જંગલના ભાગમાં આ રીંછ હોવાના પુરાવા વન વિભાગને મળ્યા છે. નાયબ વન સંરક્ષક નર્મદા તેમજમદદનીશ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ પીપલોદ રેન્જમાં ધામણમાલના જંગલ વિસ્તારમાં વનવિભાગના સ્ટાફ
દ્વારા ટ્રેપ કેમેરા ગોઠવવામાં આવેલા હતા.
ટ્રેપ કેમેરામાં જંગલ ભાગમાં વસતા વન્ય પ્રાણી રીંછ ના દ્રશ્યો પુરાવા મળી આવ્યા છે. પરંતુ લાંબા સમય બાદ આ
વિસ્તારમાં રીંછ હોવાના પુરાવા મળ્યા છે. વન વિભાગ દ્વારા આ વન્ય પ્રાણીઓની સુવિધા માટે પાણીની ટાંકી,
રીંછને રહેવા માટે રીંછ ગુફા, તેમજ તેના ખોરાક માટે ફળાઉ વૃક્ષોનું વાવેતર જંગલ વિસ્તારમાં કરવામાં આવે છે.
રીંછના પગના નિશાન તેમજ તેના મળનેઆધારે વન વિભાગ દ્વારા જંગલના અમુક વિસ્તારમાં ટ્રેપ કેમેરા ગોઠવવામાંઆવ્યા હતા.
અંદાજીત પાંચ વર્ષની ઉંમરના વન્યપ્રાણી રીંછ હોવાનું મનાઈ રહ્યું છે.ઉપરાંત અન્ય વન્ય પ્રાણીઓમાં દીપડો,
જંગલી મરઘાં, શિયાળ, જંગલી ભૂંડજેવા પ્રાણીઓ પણ આ કેમેરાઓમાં
જોવા મળ્યા છે. પરંતુ લાંબા સમયબાદ આ વિસ્તારમાં રીંછ હોવાના પુરાવા
મળ્યા છે.
તસ્વીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા