Skip to content




ઘરની બહાર ગાર્ડનમાં કે ટેરેસ ગાર્ડનમાં પણ સરસ અનાજ ઉગે… કૂંડા માં પણ ઉગે અને ક્યારામાં પણ ઉગે…
કાળી માટી , લાલ માટી , રેતી અને ખાતર સરખા ભાગે રાખો તો પણ બધું સરસ ઉગે છે…સવારે અને બપોરે બરાબર તડકો આવે એ બહુ જ જરુરી છે…
બરાબર માટી ખોદી એમાં એકાદ ઈંચ નીચે બાજરી, જુવાર, ઘઉં, રાગી, કાંગ, સૂરજમુખી, કુસુમદાણા, મગફળી, ચણા, મગ, મઠ, ચોળા, રાજમા, સોયાબીન, અડદ, વટાણા, વાલ, તુવેર વગેરેના થોડા થોડા દાણા અને કમ્પોસ્ટ ખાતર નાંખી પાણી છાંટો…
પછી શિયાળામાં દર આંતરે દિવસે અને ઉનાળામાં દરરોજ થોડું પાણી પીવડાવો… હવે રાહ જુઓ… ત્રણેક મહિના લાગશે…
બધા અનાજમાં અને કઠોળમાં ડૂંડા અને શીંગો આવશે…
નાની નાની ચકલીઓ , દેવચકલી, દરજીડા, સુઘરી , પોપટ, વૈયા જેવા પક્ષીઓને પણ મઝા પડી જશે… તાજું અનાજ કૂણું હોવાથી પક્ષીઓ બચ્ચાઓને પણ ખવડાવી શકે છે…
અત્યારે ઉગાડશો તો પણ માર્ચ-એપ્રિલ સુધીમાં ડૂંડા અને શીંગો આવવા લાગશે… એ વખતે એમનાં બચ્ચાં ઉછેરવાનો સમય હશે…
બને તો નકામા નાના ખોખામાં દોઢ ઈંચનું કાણા પાડી થોડા પક્ષીઘર બનાવી અગાશી અને વરંડાની છત નીચે લટકાવો…
પ્રકૃતિનું જતન કરવું અને નાના પંખીઓનાં છીનવાઈ ગયેલા રહેઠાણો ખોરાક પાછાં આપવા એટલે જ સાચું પુણ્ય કરવું…
ડૉ શ્વેતલ દિલીપકુમાર ભાવસાર.