એક સ્ત્રીની કહાની…મારું શું? – ધરતી એમ. રૂપાવટીયા.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

✓શરીર મારું પીઠી તમારા નામ ની…

✓હથેળી મારી મહેંદી તમારા નામ ની…

✓માથું મારું ઓઢણી તમારા નામ ની…

✓માંગ મારી સિંદૂર તમારા નામ નું…

✓કપાળ મારું ચાલ્લો તમારા નામ નો…

✓નાક મારું ચૂંક તમારા નામ ની…

✓ગળું મારું મંગળસૂત્ર તમારા નામ નું…

✓હાથ મારો બંગડીઓ તમારા નામ નું…

✓પગ મારા પાયલ તમારા નામ ની…

✓આંગળી મારી વીંટી તમારા નામ ની…

✓મોટા ને પગે લાગું અને “સદા – ✓સુહાગન” ના આશીર્વાદ તમારા નામ ના…

✓બીજું તો બીજું કડવા ચોથ ની વ્રત પણ તમારા નામ નું…

✓કોખ મારી, લોહી મારું, દૂધ મારું, અને છોકરાઓ તમારા નામ ના…

✓ઘર હું સાંભળું અને દરવાજા ની “નેમ – પ્લેટ” તમારા નામ ની…

✓મારા નામ ની સામે લખેલું ગોત્ર પણ તમારા નામ નું…

*બધું જ તમારા નામ નું છે મારી પાસે.*

*આખર તમારા પાસે શું છે…મારા નામ નું…?*

– *ધરતી એમ. રૂપાવટીયા*

TejGujarati