માઈલથી નજીક મોબાઈલ !- નિલેશ ધોળકિયા

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

*આજના દોરમાં આપણને સહુને જકડી રાખતી, દોરડા વગર જોડતી કડી એટલે સ્વયં ચલિત દુરભાષ યંત્ર = સેલફોન !

હા, એકમેક સાથે ફોન પર ફક્ત થોડી મિનીટ જ વાત કરતા કરતા આપણે એકમેકને તો એવા ઓળખતા થયા છીએ – જાણે કે, ખુદને ઓળખતા ન હોઇએ !
.
એકબીજા સાથે ફોન પર
ફક્ત અમુક મિનીટ વાત કરતા કરતા આપણે ફોન પૂરો થયા પછી પણ વાતો કરતા હોઈએ છીએ : એકમેકના મનમાં, એકબીજા સાથે, દિલો દિમાગમાં પ્રગટેલા સંવાદોના સહારે, કલાકોના કલાકો સુધી, એકપક્ષીય (one way) કે દ્વિપક્ષીય વાર્તાલાપ અથવા પ્રમાલાપ તેમજ વ્યવસાય જાપ !!

પરસ્પર ફોન પર ફક્ત થોડી ક્ષણો સંવાદ સર્જાતા, અલક મલકની વાતો કરતા કરતા આપણે એકબીજા સાથે
જીવીએ છીએ, માણીએ છીએ, વેદના, સંવેદના, સહજતાથી આત્મીયતા કેળવતા કેળવતા કાંઈ કેટલાય યુગો જીવી હતા હોઈએ છીએ – ખરું કે નહીં !?

પળભરમાંજ દુનિયા આખીની જરૂરી જાણકારી આંગળીના વેઢે ઉપલબ્ધ કરાવી આપતા આ નાનકડા, સતત જીવંત અને એ પણ રંગીન દૃશ્ય શ્રાવ્યની અલૌકિક ખૂબી ધરાવતા તેમજ કેલ્ક્યુલેટર, કેલેન્ડર, એલાર્મ સહિતના ઘડિયાળ, દિશાસૂચક, સારા ખરાબ તમામ પ્રસંગો, પર્વો, ઘટનાઓની જીવંત તસવીર લઈ સદા સંઘરી રાખનાર મોબાઈલ પ્રતિ, ગાડરિયા પ્રવાહ સરીખો, કરવા ખાતર વિરોધ કે અણગમો શીદને !?

કેટલીય ઉપયોગી વાતનો પ્રચાર + પ્રસાર કરવા આ જ હાથવગુ રમકડું કામ આવે છે ને !? તો છોછ / ડોળ છોડી, જે સારું છે તેને અપનાવવા ઉપરાંત સન્માનતા શીખીએ.

*બોલો, ગેઝેટ્ દેવાય નમો નમ : !*

– નિલેશ ધોળકિયા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply