વડોદરા જિલ્લાના મંજુસર GIDCમાં આવેલી NBCના 480 કર્મચારીઓને રાતોરાત છુટા કરી દેવામાં આવતા કર્મીઓ ધારાસભ્યના નિવાસસ્થાન બહાર ભૂખ હડતાળ શરૂ કરી હતી..

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

વડોદરા

વડોદરા જિલ્લાના મંજુસર GIDCમાં આવેલી NBCના 480 કર્મચારીઓને રાતોરાત છુટા કરી દેવામાં આવતા કર્મીઓ ધારાસભ્યના નિવાસસ્થાન બહાર ભૂખ હડતાળ શરૂ કરી હતી..

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર GIDCમાં આવેલી નેશનલ બિલ્ડિંગ કંપનીના (NBC) 480 કર્મચારીઓને રાતોરાત છુટા કરી દેવામાં આવતા બેરોજગાર બનેલા કર્મચારીઓએ આજે સાવલીના ભાજપાના ધારાસભ્યના નિવાસસ્થાન બહાર ભૂખ હડતાળ શરૂ કરી છે. કર્મચારીઓએ જણાવ્યું હતું કે, અમને નોકરીમાં પરત લેવામાં નહીં આવે ત્યાં સુધી અમે ધારાસભ્યના ઘર આગણે ભૂખ હડતાળ ચાલુ રાખીશું.
સાવલી તાલુકાના મંજુસર જીઆઈડીસીમાં આવેલી નેશનલ બેરિંગ કંપનીમાં કોન્ટ્રાક્ટમાં છેલ્લા 6 વર્ષથી નોકરી કરનાર 480 જેટલા કર્મચારીઓને કંપનીના સંચાલકો દ્વારા કંપની બંધ કરી દેવામાં આવનાર હોવાનું બહાનું બતાવી તારીખ 17 સપ્ટેમ્બર-2020 ના રોજ રાતોરાત છુટા કરી દેવામાં આવ્યા હતા અને નવો કોન્ટ્રાક્ટ કંપનીનામાં લાગુ કરીને કંપની ચાલુ કરી દેવામાં આવી હતી.
ફૂ઼ડ બાબતે રજૂઆત કરતા કર્મચારીઓને છુટા કરાયા. કંપનીના કર્મચારીઓએ જણાવ્યું હતું કે, કંપનીના કન્ટીનમાં સારું ફૂડ આપવામાં આવતું ન હોવાથી કંપનીના 6 જેટલા કર્મચારીઓ દ્વારા મેનેજમેન્ટને રજુઆત કરવામાં આવી હતી. દરમિયાન, કંપની દ્વારા કેન્ટીન અંગે રજુઆત કરનાર 6 કર્મચારીઓને છૂટા કરી દીધા હતાં. ત્યારબાદ કંપની અમને પણ ક્યારેક કાઢી મૂકશે તેવા ડરથી અમે અમદાવાદના કેમિકલ મજદૂર યુનિયનમાં જોડાયા હતા. જે અંગેની જાણ કંપનીને થતાં, અમને 480 કર્મચારીઓને કંપની બંધ કરવાના બહાના હેઠળ 17 સપ્ટેમ્બર 2020ના રોજ રાતોરાત છુટા કરી દેવામાં આવ્યા હતા અને કંપનીએ બીજો કોન્ટ્રાક્ટ આપી નવી ભરતી કરી કંપની ચાલુ રાખી છે. છુટા કરાયા ત્યારે પણ આંદોલન કર્યું હતું

કર્મચારીઓએ જણાવ્યું હતું કે, દોઢ વર્ષ પૂર્વે છૂટા કરાયા બાદ જે તે સમયે આંદોલન પણ કરવામાં આવ્યું હતું. અમારી સાથે અનેક સંગઠનો પણ મદદે આવ્યા હતા. પરંતુ, અમારો પ્રશ્ન હલ થયો ન હતો. સંગઠનો એક બે વખત સાથે રહેતા હતા. ત્યારબાદ તેઓ અમારો સાથ છોડી દેતા હતા. અમને લાગે છે કે, સંગઠનોને કંપની સત્તાધીશો પૈસાના જોરે ખરીદી લેતા હતા. આથી સંગઠનો અમારાથી દૂર થઇ જતાં હતા.
ધારાસભ્ય કેતન ઇનામદાર પાસે અમને આશા છે

*

TejGujarati