ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ શેમારૂમી વધુ એક ગુજરાતી મૂવી તમારા માટે લઈને આવી રહ્યું છે. આ વખતે શેમારૂમી પર નાટક નહીં પરંતુ ફિલ્મના માધ્યમથી તમારા પર હાસ્યનો વરસાદ થવાનો છે. કેટલાક મહિના પહેલા થિયેટરમાં રિલીઝ થયેલી અને દર્શકોએ વખાણેલી ફિલ્મ ‘ધન ધતુડી પતુડી’ હવે તમે તમારા મોબાઈલ કે લેપટોપ પર તમારા ઘરે બેસીને માણી શક્શો. શેમારૂમી પર 17 ફેબ્રુઆરીએ આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે.
લોટરી હંમેશા ઉત્સાહ અને ખુશી લઈને આવે છે. પરંતુ ‘ધન ધતુડી પતુડી’ના ધનજીના જીવનમાં લોટરી વંટોળ લઈને આવી છે. નાનકડા ગામમાં દરજીનું કામ કરતો ધનજીના ગામની જ ગોરી સાથે લગ્ન થવાના છે. આ જ દરમિયાન આખા ગામને ખબર પડે છે કે ધનજીને પૂરા એક કરોડ રૂપિયાની લોટરી લાગી છે. આ લોટરીની ટિકિટ લેવા ગામના બધા જ લોકો ધનજીની પાછળ પડે છે, જેમાં હાસ્યનું જે ચકડોળ સર્જાય છે, તે દર્શકોને હસી હસીને પેટમાં દુઃખાવો કરી દેશે.
ટેલેન્ટેડ એક્ટર ચેતન દૈયાનું કહેવું છે કે,આજકાલ મોટા ભાગની ફિલ્મો શહેરી દર્શકોને ધ્યાનમાં રાખીને બને છે, પરંતુ અમારી ફિલ્મ શહેરી અને ગ્રામીણ બંને પ્રકારના દર્શકોને કનેક્ટ કરશે. ગામડાના બેકગ્રાઉન્ડમાં બનેલી આ ફિલ્મ તમામ દર્શકોને હસાવી હસાવીને લોટપોટ કરી દેશે.’
તો ફિલ્મમાં લીડ રોલ ભજવી રહેલા સંજયસિંહ ચૌહાણનું કહેવું છે કે,’આ ફિલ્મ બનાવતી વખતે અમને ખૂબ જ મજા પડી હતી. થિયેટરમાં પણ દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. શેમારૂમીના દર્શકો એવી મજા કરશે કે જીવનનો તમામ સ્ટ્રેસ ભૂલી જશે.’
આ ફિલ્મમાં ગુજરાતી સિનેમાના જાણીતા એક્ટર્સ ચેતન દૈયા, સંજયસિંહ ચૌહાણની સાથે સાથે આકાશ ઝાલા, હેમાંગ દવે, જાન્હવી ચૌહાણ અને જીતુ પંડ્યા જોવા મળશે. સનીકુમાર પરીખે ડિરેક્ટ કરેલી આ ફિલ્મ હાસ્યથી તરબોળ છે.
ગુજરાતી મનોરંજન ક્ષેત્રે શેમારૂમી સૌથી વધુ અને નવું કન્ટેન્ટ ધરાવતું પ્લેટફોર્મ છે. શેમારૂમી પર દર અઠવાડિયે એક નવી મૂવી, વેબસિરીઝ કે નાટક રિલીઝ થઈ રહ્યા છે. 500થી વધુ ગુજરાતી નાટકો, ફિલ્મો, વેબસિરીઝ ધરાવતું આ વિશ્વનું એકમાત્ર પ્લેટફોર્મ છે. આનંદની વાત એ છે કે વિશ્વના કોઈ પણ ખૂણેથી તમે પોતાની ભાષાનું મનોરંજન શેમારૂમી પર માણી શકો છો.