“દોસ્ત ફેઈલ હો જાયે તો દુઃખ હોતા હે લેકિન દોસ્ત ફર્સ્ટ આ જાયે તો જ્યાદા દુઃખ હોતા હે”- વૈભવી જોશી.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

આજે મને ફિલ્મ 3 ઇડિટ્સનો એક ડાઈલોગ યાદ આવ્યો “દોસ્ત ફેઈલ હો જાયે તો દુઃખ હોતા હે લેકિન દોસ્ત ફર્સ્ટ આ જાયે તો જ્યાદા દુઃખ હોતા હે” આ ડાઈલોગ એ ફિલ્મમાં શક્ય છે કે રિયાલિટી બતાવવા માટે કહેવાયો હશે પણ જરાં આપણી આસપાસ ડોકિયું કરી જુવો તો !

તમે નાનાં હતાં ત્યારથી મોટાં થયાં ત્યાં સુધી તમને તમારાં ખાસ મિત્રની કોઈ પણ નાની કે મોટી સફળતા માટે ક્યારેય ઈર્ષ્યા નહિ થઈ હોય. એનાથી ઉલટું તમે એના કરતાં પણ વધારે ગાઇ વગાડીને 4 જગ્યાએ ગર્વથી તમારા મિત્રની કાબેલિયતનાં વખાણ કર્યા હશે. ખરેખર આપણા જીવનમાં જો આપણે આપણા સાચા મિત્રોને યાદ કરીયે તો હું આ ડાઈલોગ સાથે જરા પણ સહમત ન થાઉં.

સાચો મિત્ર તો કેવો હોય? અને જ્યાં સાચી મૈત્રી હોય ત્યાં દોસ્તીની આ વ્યાખ્યા તો ન જ હોઈ શકે. આપણે તો હંમેશા આપણા મિત્રોની સફળતામાં એનાં કરતાં પણ વધારે ખુશ થયા હોઈશું. એની પાસે હકથી પાર્ટી પણ માંગી હશે અને એ જીવનમાં હજી વધારે સફળ થાય એવી પ્રાર્થના પણ કરી જ હશે. સફળતાનો કોઈ જ શોર્ટકટ નથી હોતો. એ તો ખંતપૂર્વક અને ધીરજથી કરેલાં સાતત્યપૂર્ણ કર્મોનું ફળ હોય છે.

આવી જ ઝળહળતી સફળતા મારી એક સખી પારુલ મહેતાએ Parul Mehta તાજેતરમાં જ મેળવી. એ એના કામ પ્રત્યેનું સંપૂર્ણ સમર્પણ અને એની નિષ્ઠાનું જ પરિણામ છે કે એનાં બીઝનેસ Indian Matrimonial ને અહીંયાની Local Council તરફથી Outstanding New Business નો એવોર્ડ આપવામાં આવ્યો છે. મારાં તરફથી અઢળક શુભેચ્છાઓ અને હજી ઉત્તરોત્તર તમારી યશકલગીમાં આવા પીંછાઓ ઉમેરાતાં રહે એવી દિલથી કામના.

આમ જોવા જાઓ તો આપણા ખાસ મિત્રોની સફળતાને પોંખવી કેટલી સહેલી હોય છે નહિ ! આજે અમે થોડીક સખીઓએ ભેગા મળીને અમારી આ મિત્રની ઝળહળતી સફળતામાં ભાગીદાર થવાનું નક્કી કર્યું અને નાનું અમથું ગેટ ટુ ગેધર કરી એની આ એચિવમેન્ટને વધાવી લીધી. ખરેખર બધા જ ખુશખુશાલ હતાં અને કદાચ આજ સાચી મૈત્રી છે કે “દોસ્ત કામયાબ હો તો ઔર ભી જ્યાદા ખુશી હોતી હે” બસ એવું જ અમારાં બધાનું હતું.

આ યાદગાર પ્રસંગની થોડી ઘણી છબીઓ વહેંચું છું અને આશા રાખું કે મારાં તમામ મિત્રો એમનાં જીવનમાં આવી જ ઝળહળતી સફળતા મેળવે. (મને પાર્ટી મળે એ હેતુથી નહિ હો કે દિલથી પ્રાર્થના કરી છે ? )

– વૈભવી જોશી

TejGujarati