આપણા જેવા આશ્રિતો માટે ભીતર આપણો બુદ્ધ પુરુષ છે. અરુણાચલ ખાતે બરફનાં તોફાનોમાં શહિદ જવાનોને ૫-૫ હજારની પ્રસાદ-સહાય અને જીતુદાન ગઢવીને વ્યાસપીઠ પરથી શ્રધ્ધાંજલિ અપાઇ. ગુરુ નામદીક્ષા,રૂપદીક્ષા,લીલાદીક્ષા અને ધામદીક્ષા આપે છે. અહીં કંઈક મેળવવા માટે નહીં પણ ગુમાવવા માટે જ આવજો.

ધાર્મિક
રામકથાના પાંચમા દિવસે પ્રારંભે બાપુએ અરુણાચલ પ્રદેશમાં આર્મીના સાત જવાનો બરફનાં તોફાનમાં શહીદ થયા તેના તરફ શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે રામકથા પરિવાર તરફથી ખૂબ જ સંવેદના છે અને અઘટિત ઘટના જ્યાં પણ દુનિયામાં થાય હંમેશા સંવેદના અને શ્રદ્ધા અને સંકોચ સાથે પાંચ-પાંચ હજાર રૂપિયાની રાશી પરિવારજનોને આપવાની જાહેરાત પણ કરી.સાથે-સાથે ગુજરાતના એક વિદ્વાન ચારણ જીતુદાન ગઢવીના પરિવારને પણ બાપુ,વ્યાસપીઠ પરિવાર તરફથી શ્રદ્ધાંજલિ અર્પણ થઈ.
બાપુએ કહ્યું કે એક સાધુ એની ઝૂંપડીમાં રહેતો હતો. અને મોટાભાગે બહાર નીકળતો નહોતો. કોઈને મળવું હોય તો મળી અને ફરી અંદર ચાલ્યો જતો હતો.એક વખત એક ખોજી યુવક ત્યાં આવ્યો અને ઝૂંપડીનો દરવાજો ખટખટાવ્યો,અંદરથી અવાજ આવ્યો કોણ છે? કોનું કામ છે?યુવકે કહ્યું કે કોણ છું એ તો ખબર નથી પણ વસંતને શોધવા નીકળ્યો છું. વસંતની મસ્તી અને વસંતનો આનંદ શોધી રહ્યો છું. પણ વસંત દૂર ચાલી જાય છે!હું વસંતના રસનો ખોજી છું.અંદરથી સાધુએ તરત જવાબ ન આપ્યો પણ થોડીવાર પછી અવાજ આવ્યો કે બીજાના દરવાજા ખખડાવવાથી વસંત નથી આવતી,તારા પોતાના દરવાજા પર દસ્તક દે!પોતાની ભીતર શોધ કર.ભીતર પરમ તત્વ છે અથવા તો ભીતર બુદ્ધ પુરુષ છે.આપણા જેવા આશ્રિતો માટે ભીતર આપણો બુદ્ધ પુરુષ છે. એ પછી સાધુએ કહ્યું કે અહીં બે ફળ છે એક ફળ ખાઇશ તો તને વસંત શું છે એની સમજણ મળશે અને બીજું ફળ ખાઇશ તો તું સ્વયં વસંત બની જઈશ.પણ યાદ રાખજે એક સમયે એક જ ફળ ખાઇ શકાશે,બીજું ફળ નહીં ખાવા મળે.સાધુ અતિ વિચિત્ર હતો.પસંદ તારે કરવાનું છે! યુવાને વિચાર્યું કે વસંત શું છે કે સમજી લઉ આથી પહેલા એ ફળ ખાઇશ,સમજણનું. સાધુએ કહ્યું કે તારા ૪૦ વર્ષની ઉંમર આ જ રીતે જાણવામાં વહી ગઈ!માની લીધું હોત તો! બાપુએ જણાવ્યું કે ગુરુ ચાર વસ્તુ આપે છે: ગુરુ નામની દીક્ષા આપે છે,ગુરુ રૂપદીક્ષા આપે છે,લીલાની દીક્ષા આપે છે અને ગુરુ ધામ દીક્ષા પણ આપે છે.બુદ્ધ પુરુષને લાગે કે આશ્રિતની ગતિ જરાક બદલી રહી છે ત્યારે ત્રણ કામ કરે છે: કૃષ્ણ ભગવાન ના એ ત્રણ બિંદુઓ-લલિત વિલાસ,પ્રણય અને હાસ્ય. ગુરુ મહારસમાં ડૂબાડી દે છે.આશ્રિત જ્યારે ખાબોચિયામાં માછલીની જેમ તરફડતો હોય ગુરુ એને પકડી અને મહા સમુદ્રમાં ફેંકી દે છે. વસંતને સમજવા માટે નું ફળ ખાઇશ તો વસંત થવાનું ફળ બેકાર જશે અને જો ખુદ વસંત બની જઈશ તો વસંત ને સમજવાની કોઈ જરૂર નહીં રહે! બાપુએ કહ્યું આપણે પણ નવ દિવસમાં ધીમે-ધીમે વસંત બનવું છે.વસંત શોધવી નથી.અને સમજવા કે શોધવા જઈએ તો ક્યાં જઈશું?સ્વર્ગમાં? ત્યાં પ્રેમ નહીં મળે.સ્વર્ગમાં બધા ભોગવાદીઓ છે. ભાગવતમાં વક્રાસુર નામના અસુરે કહ્યું કે મારે સ્વર્ગ નથી જોઈતું,બ્રહ્મલોક,ચક્રવર્તી રાજ્ય નથી જોઈતું, રસાતાળ પણ નથી જોઇતો,વિષ્ણુનું સાર્વભૌમત્વ પણ નથી જોઈતું, મને યોગ સિદ્ધિ ન જોઈએ,મુક્તિ પણ નથી માંગતો.તો શું માગ્યું?વક્રાસુર કહે છે કે મને તીવ્રથી તીવ્ર વિયોગ,વિરહ જોઈએ એમ ઇચ્છું છું. જેને ભક્તિ યોગ કહે છે.બાપુએ કહ્યું કે અહીં કંઈક મેળવવા માટે નહીં પણ ગુમાવવા માટે જ આવજો. અને વસંત શોધશો તો ક્યાં શોધશો?તુલસીદાસજી કહે છે કે સંતસભા ચહું દિસિ અંવરાઇ….સંત સભામા કાયમ વસંત રહે છે.અને રસોનું ઉર્ધવિકરણ વસંત કરે છે. જ્યારે પુષ્પવાટિકામાં ઠાકૂર કામદેવ છે, સીતાજી રતિ છે અને લક્ષ્મણ વસંત છે.લક્ષ્મણમાં છ રસ દેખાય છે.એ પુષ્પિત,સુરભિત ખુશ્બુને રામ સતત તેની પાસે રાખે છે.લક્ષ્મણમાં ત્યાગની ખુશ્બુ છે,જાગરણની ખુશ્બુ છે અને વાસંતી લક્ષ્મણ સીતાજીને રામ રૂપી ફળ આપનાર છે.સ્વયં આશ્રિત છે.લક્ષ્મણમાં છ લક્ષણો દેખાય છે.
કથા પ્રવાહમાં શિવવિવાહનીના પ્રસંગને લઈ અને રામ જન્મના કારણો અને રામ જન્મ સુધીની સંવાદી કથા સાથે સમગ્ર વિશ્વને રામ જન્મની વધાઈ આપવામાં આવી.
TejGujarati