80 ટકા નાના ખેડૂતો માટે હવે આ કામ શરુ કરાશે, હૈદરાબાદમાં PM મોદીની મોટી જાહેરાત

ગુજરાત ભારત સમાચાર

હૈદરાબાદમાં ICRISATના કાર્યક્રમમાં બોલતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ક્લાઈમેટ ચેલેન્જના પડકારોમાંથી આપણા ખેડૂતોને બચાવવા માટે ફ્યુસન પર અમારુ વિશેષ ધ્યાન છે. દેશના 80 ટકા નાના ખેડૂતો પર અમારુ ધ્યાન છે. આ 80 ટકા ખેડૂતોને અમારા સપોર્ટની જરુર છે. 2022-23ના બજેટ પર કુદરતી ખેતી અને ડિઝિટલ એગ્રીકલ્ચર પર ધ્યાન અપાયું છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે હાલમાં દેશના 80 ટકા નાના ખેડૂતોને સરકારના સપોર્ટની જરુર છે અને સરકાર તેમને સપોર્ટ પૂરો પાડી રહી છે. ક્લાઈમેટ ચેન્જથી ખેડૂતોને બચાવવાનું સરકારનો ધ્યેય છે. તથા તેમને જરુરી માહિતી પણ પૂરી પાડવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશના 80 ટકા ખેડૂતોને આપણી સૌથી વધારે જરુર છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશના 80 ટકા ખેડૂતોને ક્લાઈમેટ ચેન્જથી બચાવવાનો સરકારનો હેતુ છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે અમે કૃષિ સેક્ટરમાં ઉચ્ચ અને સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રીય કરી રહ્યાં છીએ.
પીએમ મોદીએ કહ્યું કે આગામી થોડા વર્ષમાં અમે પામ ઓઈલ સેક્ટરમાં વધારાના વિસ્તારને 6.5 લાખ હેક્ટર સુધી લઈ જવા માગીએ છીએ. અમે ફૂડ સિક્યુરીટી અને પોષણ સુરક્ષા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાં છે. અમે છેલ્લા સાત વર્ષમાં ઘણી જૈવ વિવિધતા પ્રજાતિઓને વિકસીત કરી છે.

TejGujarati