ગુજરાતમાં સોમવારથી શાળાઓ ફરી શરૂ , ગુજકેટની તારીખ લંબાવાઈ

ગુજરાત સમાચાર

કોરોના મહામારીને કારણે પ્રથમ અને બીજી લહેરમાં બાળકોના સ્વાસ્થયને ધ્યાને રાખીને શાળાઓ બંધ કરવાનો અને ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતુ પરંતુ હવે ત્રીજી લહેરનો ઓછાયો ઓસરતા ગુજરાત સરકારે શાળાઓ ફરી ખોલવાનો નિર્ણય કર્યો છે.
સરકારના નિર્ણયની માહિતી આપતા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી કે ગુજરાતમાં સોમવારથી ફરી શાળો શરૂ કરવામાં આવશે. સોમવારથી રાજ્યભરની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવશે.
જીતુ વાઘાણીએ કહ્યું કે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કોર કમિટી સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ 7મી ફેબ્રુઆરી 2022થી જુની એસઓપી સાથે ફરી શિક્ષણ કાર્ય શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. બાળકોને શાળાએ મોકલવા માટે માતા-પિતાની મંજૂરી લેવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતમ માધ્યમિક શિક્ષણબોર્ડે ગુજકેટ 2022 માટે ફોર્મ ભરવાની તારીખમાં વધારો કર્યો છે. ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી ડિપ્લોમા, ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે જરૂરી ગુજકેટ 2022ની પરીક્ષા માટેના ઓનલાઈન ફોર્મ 25મી જાન્યુઆરીથી ભરવાના શરૂ થયા હતા.
જોકે આજે શાળાઓ ખોલવાની જાહેરાતની સાથે-સાથે બોર્ડે ગુજકેટ માટેના ફોર્મ ભરવાની અંતિમ તારીખ 9 ફેબ્રુઆરી સુધી લંબાવી છે. અગાઉ ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૫ ફેબ્રુઆરી હતી.

TejGujarati