CloseTheCareGap: એચસીજી કેન્સર હોસ્પિટલે વિશ્વ કેન્સર દિવસ 2022 નિમિત્તે કેન્સરના દર્દીઓ સાથે લાઇવ વેબિનાર યોજ્યો

સમાચાર

 

 

કેન્સર કેરમાં પ્રવર્તમાન અવરોધો અને મૂશ્કેલીઓ દૂર કરીને જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ

 

અમદાવાદ, 04 ફેબ્રુઆરી, 2022: ભારતની સૌથી મોટી સમર્પિત કેન્સર કેર ચેઇન પૈકીની એક એચસીજી કેન્સર હોસ્પિટલે આ વર્ષે વિશ્વ કેન્સર ડેની ઉજવણી કરવા #CloseTheCareGap થીમ આધારિત લાઇવ વેબિનાર સેશનનું આયોજન કર્યું હતું. આ પહેલનો ઉદ્દેશ્ય વિશ્વભરમાં કેન્સર કેરની સુલભતા સંબંધિત વિવિધ અવરોધોની ઓળખ કરીને તેનું સમાધાન કરવાનો હતો.

 

આ વેબિનાર કેન્સર કેરમાં વર્તમાન અસમાનતાઓ ઉપર કેન્દ્રિત હોવાની સાથે-સાથે સમયસર કેન્સરની સારવાર પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો, તેને સુલભ બનાવવાની જરૂરિયાતો તેમજ કેન્સરના દર્દીઓ માટે દવાઓ અને સારવારની સુવિધાઓની મર્યાદિત ઉપલબ્ધતા હોવાની વ્યાપક ગેરસમજને દૂર કરવામાં આવી હતી.

 

આ લાઇવ વેબિનારના મુખ્ય વક્તાઓમાં એચસીજી કેન્સર હોસ્પિટલ્સના એક્ઝિક્યુટિવ ચેરમેન ડો. બી એસ અજય કુમાર હતાં તથા હેલ્થકેર ગ્લોબલ એન્ટરપ્રાઇઝિસ લિમિટેડના ડાયરેક્ટર – ક્લિનિકલ સર્વિસિસ ડો. ચંદ્રિકા કમ્બમે તેનું સંચાલન કર્યું હતું. આ વેબિનારમાં કેન્સરના પાંચ દર્દીઓ સક્રિયપણે સામેલ થયાં હતાં – એચસીજી ઇકો કેન્સર સેન્ટર કોલકત્તામાંથી દિલિપ ઘોષ, એચસીજી કેન્સર સેન્ટર મુંબઇમાંથી પ્રિથા પ્રભાકરન, એચસીજી કેન્સર સેન્ટર જયપુરમાંથી ભિવેશ ચૌધરી, એચસીજી કેન્સર હોસ્પિટલ બેંગાલુરુમાંથી ઇન્દ્રપાલ કૌર અને એચસીજી કેન્સર સેન્ટર અમદાવાદમાંથી સુરેન્દ્ર ત્યાગી. મહત્વપૂર્ણ છે કે વેબિનારમાં દર્દીઓ અને તેમના પરિવારજનોને સેવા આપવા માટે કેન્સર કેરની ખાઇને ઘટાડવાના વિવિધ માર્ગો ઉપર ધ્યાન અપાયું હતું.

 

વિશ્વભરમાં અપેક્ષિત સારવારના પરિણામો અટકાવતા વિવિધ અવરોધો અંગે જાગૃતિ પેદા કરવા માટે ત્રણ વર્ષીય કેમ્પેઇન ‘ક્લોઝ ધ કેર ગેપ’ ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ કેમ્પેઇન કેન્સર કેર સંબંધિત ખોટી ધારણાઓને પડકારવાની જરૂરિયાત તથા વંશીયતા, ધર્મ, પ્રદેશ અને આર્થિક દરજ્જાની વિવિધતા આધારિત કેન્સર કેર સર્વિસિસમાં વ્યાપક ભેદભાવને દૂર કરવાને હાઇલાઇટ કરે છે કે જેનાથી કેન્સરના દર્દીઓની સાથે-સાથે તેમના પરિવારજનોને પણ પ્રતિકૂળ અસર થાય છે.

 

#CloseTheCareGap થીમ અંગે પ્રતિક્રિયા આપતાં એચસીજી કેન્સર હોસ્પિટલના એક્ઝિક્યુટિવ ચેરમેન ડો. બી એસ અજય કુમારે જણાવ્યું હતું કે, “કેન્સર અંગે જાગૃતિ પેદા કરવી, તેની થેરાપી અને કેન્સર કેર સંબંધિત પ્રવર્તમાન ગેરમાન્યતાઓને દૂર કરવી અમારી હંમેશાથી પ્રાથમિકતા રહી છે અને આ વર્ષે અમે #CloseTheCareGap કેમ્પેઇનની અસરોને વધારવા માટે વર્ચ્યુઅલ વેબિનારનું આયોજન કર્યું છે. દરેક વ્યક્તિને સાચી સારવાર પ્રાપ્ત કરવાનો હક છે અને આ મહામારીને કારણે પૂર્વગ્રહથી મુક્ત બનીને દરેકની સુખાકારી સુનિશ્ચિત કરવાની જરૂર છે. હવે સમય આવી ગયો છે કે આપણે સ્વાસ્થ્ય સેવાને દરેક માટે સુલભ અને ઉપલબ્ધ કરાવવા તમામ ખાઇને ભરપાઇ કરીએ.”

 

 

 

TejGujarati