“એની (આયુષ્યમાન ખુરાનાની) હાજરીમાં બહુ બધું બદલાઈ ગયું છે. વિકી ડોનર આવી ત્યારે (જેમાં ખુરાનાએ યામી ગુપ્તા સાથે ઇન્ટીમેટ સીન્સ કર્યા હતાં) હું એક ઇન્સીક્યોર પ્રેગ્નન્ટ વાઈફ હતી અને અમારા બંને માટે એ સૌથી ખરાબ સમય હતો. મને લાગે છે કે અમે બંને અપરિપક્વ હતાં. એ એટલો મેચ્યોર ન હતો કે મારો હાથ પકડીને મને કહી શકે કે ‘ઇટ્સ ઓકે,’ ખાસ કરીને જયારે હું પ્રેગનન્સીના કારણે, હોર્મોનના કારણે ગાંડા જેવી હતી. મને પણ શાંત રહેવાનું ભાન ન હતું.
“તમે એક તો વ્હેલ જેવા જાડા-પાડા હો અને તમારો હસબંડ ખુબસુરત સ્ત્રીઓ વચ્ચે હોય અને તમે એવા કોઈ બેકગ્રાઉન્ડમાંથી આવતા ન હો એટલે માથું ફરી જાય. તમને એટલી ભાન ન પડે કે કળાની દુનિયામાં આવું બધું હોય. સાચું કહું તો, હું તૂટી ગઈ હતી. પણ નવ વર્ષથી એને ઓળખું છું, એની મદદ મળી. મને ખબર છે કે એ ખરાબ માણસ નથી, યમી પણ ખરાબ નથી. આ સમજથી હું ટકી ગઈ.
” આજે મારો દિવસ છે. Wish you all a happy World Cancer Day. કેન્સરની શરમ આપણે દુર કરી છે એ સિદ્ધી છે. મેં મારા બધા જખ્મ સ્વીકાર્યા છે, એ મારી શાન છે. કોઈ સંપૂર્ણ નથી. સુખ એટલે જાતનો સ્વીકાર કરવો તે. આ પિક્ચર (નીચે) મારા માટે અઘરું હતું, પણ એ મારો નિર્ણય હતો. હું દર્દને નહીં, મારા સાહસને સેલિબ્રેટ કરવા માગતી હતી. ખરો વિજય પડીને ઉભા થવામાં છે.”
-તાહિરા કશ્યપ, આયુષ્યમાન ખુરાનાની પત્ની, એક ઈન્ટરવ્યુમાં.
(તાહિરાને બ્રેસ્ટ કેન્સર છે. આ ફોટો જાણીતા ફેશન ફોટોગ્રાફર અતુલ કસ્બેકરે લીધો હતો.)