હરીપુરા ગામેથીવધુ એક બોગસ ડોકટરને પકડતી ગરૂડેશ્વર પોલીસ

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

હરીપુરા ગામેથીવધુ એક બોગસ ડોકટરને પકડતી ગરૂડેશ્વર પોલીસ

રાજપીપલા, તા 1

નર્મદા જિલ્લા મા બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે ત્યારે હરીપુરા ગામેથીવધુ એક બોગસ ડોકટરને ગરૂડેશ્વર પોલીસે પકડ્યો છે.

પોલીસ અધીક્ષક નર્મદા હિમકર સિહે જીલ્લામાં ડિગ્રી વગરના બોગસ તબીબો દ્વારા માનવ સ્વાસ્થ સાથે ચેડા
સંબંધી ગુનાઓ બનતા અટકાવવા અંગે પરીણામલક્ષી કામગીરી અંગે આપેલ સુચનાઓ અનુસધાને નાયબ
પોલીસ અધિક્ષક વાણી દૂધાતકેવડીયાના માર્ગદર્શન હેઠળ એમ.બી ચૌહાણને
મળેલ બાતમીને આધારે સ્ટાફના માણસો સાથે તેમજ ઝરીયા પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર
મયુરભાઈ નગીનભાઈ તડવીને સાથે રાખી હરીપુરા ગામે વણજી જવાના રોડ ઉપર દવાખાનુ ચલાવી
આરોપી સંજીતભાઈ નીખીલભાઈ સરકાર (ઉ.વ ૪૩ હાલ રહે હરીપુરા ગામ તા.ગરૂડેશ્વર જી.નર્મદા મુળ રહે
આલીપુર બાસ્તલા તા.મેમારી જી.વર્ધમાન (વેસ્ટ બંગાળ ) એ બોગસ દવાખાનુ ચલાવી ગુજરાત મેડીકલ
કાઉન્સીલનુ મેડીકલ પ્રેકટીસ અંગે નું પ્રમાણપત્ર ન હોવા છતાં એલોપેથીક પ્રેકટીશ કરી એલોપેથીક દવાઓ
,ગોળીઓ ,ઈન્જકશનો, સીરપની બોટલો, પાઈન્ટની બોટલો,નિડલો,સ્ટેથોસ્કોપ,બીપી ઈસ્યુમેન્ટ વિગેરે
એલોપેથીક મેડીક્લ પ્રેકટીશ કરવા અંગેના સાધનો ,દવાઓ મળી કુલ્લે કિ.રૂ ૭૮૫૯૯/- નો મેડીકલ પ્રેકટીશ
અંગેનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મુદ્દામાલ ગે.કા રીતે રાખી મેડીકલ ડિગ્રી કે સર્ટીફિકેટ વગર બીમાર લોકોને તપાસી બીમાર લોકોના
સ્વાસ્થ સાથે બેદરકારી ભર્યુ કૃત્ય કરતા જાહેરમાંથી પકડી પાડી તેના વિરુધ્ધ ગરૂડેશ્વર પો.સ્ટે ઈ.પી.કો કલમ
૩૩૬ ડ્રગ્સ એન્ડ કોમેટીક એકટ ૧૯૪૦ કલમ ૨૭ (બી) તથા ધી ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એકટ ૧૯૬૩
ની કલમ ૩૦ ૩૫ મુજબનો ગુનોનોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા

TejGujarati