*ચાલો જાણીએ..*? *અષ્ટ પ્રવચન માતા કોને કહેવાય ?*

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

*હે મુમુક્ષુ આત્માઓ !*?
*તમો તમારા ઉપકારી એક માતાને છોડી..અનંત ઉપકારી અષ્ટ પ્રવચન માતાના ખોળે જઈ રહ્યાં છો…*

*ચાલો જાણીએ..*?
*અષ્ટ પ્રવચન માતા કોને કહેવાય ?*

*MANOJ DELIWALA*?

હે મુમુક્ષુ આત્માઓ ! તમો જન્મ આપનારી એક માતાને છોડીને અષ્ટ પ્રવચન માતાના ખોળે જઈ રહ્યાં છો.
હે આત્માઓ ! તમો અષ્ટ પ્રવચન માતાનું જીવની જેમ જતન કરજો એટલે શીઘ્રાતિશીઘ્ર જિનેશ્ર્વર બની જશો.
મિત્રો..જયારે કોઈ દીક્ષાર્થી આત્માનું અભિવાદન હોય,સન્માન – બહુમાન હોય ત્યારે સંપ્રદાયના અગ્રણીઓ કે ચતુર્વિધ સંઘના સદ્દસ્યો શુભેચ્છા આપતા સમયે આવા શબ્દોનો ઉપયોગ કરતાં હોય છે.
આજે,આપણે અવગત થઈએ કે આ અષ્ટ પ્રવચન માતા એટલે શું ?
? *શ્રી ઉત્તરાધ્યયનજી સૂત્ર અધ્યયન 24 નું નામ જ પ્રવચન માતા છે.*
*પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ અષ્ટ પ્રવચન માતા કહેવાય છે.*
સમિતિ એટલે સમ્યક્ પ્રવૃત્તિ..
*પાંચ સમિતિ :*
(1) *ઈર્યા સમિતિ :*
કોઈપણ જીવને દુઃખ ન થાય તે પ્રમાણે સાધકે સાવધાની પૂવૅક વતૅવુ જોઈએ.ઊઠવું – બેસવું, ચાલવું, સૂવું કે જાગવું દરેક ક્રિયાઓ ઈયૉ સમિતિ અંતર્ગત છે.
(2) *ભાષા સમિતિ :*
સાધક આત્માઓએ હિત,મિત,સત્ય અને શંકા વિનાની ભાષાનો ઉપયોગ કરવો જોઈએ.
(3) *એષણા સમિતિ :*
સંયમ યાત્રામાં આવશ્યક ભોજન,પાણી,વસ્ત્ર,પાત્ર વગેરે નિર્દોષ રીતે ગ્રહણ કરી સાવધાની સાથે અનાસક્ત ભાવે તેનો ઉપભોગ કરવો જોઈએ.
(4) *આદાન સમિતિ :*
વસ્તુ માત્રને જોઈને,તપાસીને જતનાપૂવૅક લેવી કે મૂકવી જોઈએ.
(5) *ઉત્સગૅ સમિતિ :*
અનપયોગી વસ્તુઓનું જીવ રહિત અચિત્ત સ્થાનમાં વિસજૅન કરવું જોઈએ.

*ગુપ્તિ એટલે મન,વચન અને કાયાના યોગનો સમ્યક્ પ્રકારે નિગ્રહ કરી આત્મ સ્વરૂપમાં રમણતા કરવી તે ગુપ્તિ કહેવાય છે.*

(1) *મન ગુપ્તિ :*
શુભ – અશુભ,સંકલ્પ – વિકલ્પનો ત્યાગ કરવો.આત્મ તત્વનું, છ દ્રવ્યનું,નવ તત્વનું ચિંતન કરવું.
(2) *વચન ગુપ્તિ :*
વચન બોલવાના સમયે નિયંત્રણ રાખવું અથવા મૌન ધારણ કરવું.
(3) *કાય ગુપ્તિ :*
ઊઠવા – બેસવામાં, હાલવા – ચાલવામાં, કોઈ પણ વસ્તુ લેવા કે મૂકવામાં પ્રત્યેક ક્રિયામાં જતના રાખવી.
एयाओ अठ समिईओ..
આ આઠ સમિતિ છે.
*અષ્ટ પ્રવચન માતા તે દ્ગાદશાંગીનો સાર કહેવાય છે.*
*અષ્ટ પ્રવચન માતાનું સમ્યક્ પ્રકારે પાલન કરનાર આત્મા विप्पमुश्चइ पंडिए..જન્મ – મરણરૂપ સંસારથી મુક્ત થઈ જાય છે.*

*મનોજ ડેલીવાળા*?
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam

TejGujarati